છેતરપીંડી ગુનામાં છેલ્લા ચૌદ માસથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇ ગઢવીનાઓ ભુજ તાલુકા વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા તે દરમ્યાન કોટાય ગામે પહોંચતા ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે, “પધ્ધર પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.ન.૧૧૨૦૫૦૪૪૨૫૦૦૭૫/૨૦૨૫ આઇ.પી.સી.ક.૪૬૫, ૪૬૭,૪૬૮,૪૭૧,૧૪૪ મુજબના ગુના કામેનો આરોપી વિપુલભાઇ ભગુભાઇ કોવાડીયા (આહીર) રહે.ધ્રગ તા.ભુજ વાળો સ્પ્રંગ ગામે મેકરણદાદાના મંદીર પાસે ઉભેલ છે અને જેણે સફેદ કલરનો ટીશર્ટ તથા બ્લુ કલરની લોવર પરેલ છે.” જે હકીકત આધારે તપાસ કરતા મજકુર ઇસમ મળી આવેલ જેથી મજકુર ઇસમને ઉપરોક્ત ગુના કામે હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી સારૂ પધ્ધર પોલીસ સ્ટેશન સોંપવામા આવેલ છે.

  • પકડાયેલ આરોપી
  • વિપુલભાઇ ભગુભાઇ કોવાડીયા (આહીર) ઉ.વ.૩૦ રહે.ધૂંગ તા.ભુજ