નિરોણા ગામે આજે દીર્ઘ સેવા બાદ વતન વાપસી: રતનશીભાઈ આહીરનું ભવ્ય સન્માન

ત્રિરંગા અને “ભારત માતા ની જય”ના નાદ સાથે નીરોણામાં દેશભક્તિમય વાતાવરણ
નખત્રાણા તાલુકાના નિરોણા ગામે આહીર સમાજ તેમજ સમસ્ત ગ્રામજનો માટે ગૌરવનો પ્રસંગ સર્જાયો હતો, જ્યારે શ્રી રતનશીભાઈ આહીર 39 વર્ષ 11 મહિના અને 8 દિવસની નિષ્ઠાપૂર્વકની લાંબી સેવા પૂર્ણ કરીને વતન પરત ફર્યા હતા.
તેમના આગમન નિમિત્તે ગામમાં ઉત્સાહભેર અને સાદગીપૂર્વક સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ત્રિરંગા લહેરાવી “ભારત માતા ની જય”ના ગુંજતા નાદ સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું.
રતનશીભાઈએ આ પ્રસંગે ફુલપીર દાદાના દર્શન કરી પૂજા-પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સમાજના આગેવાનો દ્વારા તેમને માળા પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમના દીર્ઘ સેવાકાળને બિરદાવવામાં આવી હતી
આ પ્રસંગે વૃદ્ધોથી લઈને યુવાનો સુધી સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રતનશીભાઈ આહીરની સેવાભાવી કારકિર્દી યુવા પેઢી માટે પ્રેરણારૂપ બનશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.