ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઈટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ- સિઝન-૪ નું થયું ભવ્ય શુભારંભ…

‘સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન-૩’ ની ભવ્ય સફળતા બાદ કચ્છ લોકસભા દ્વારા સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ ભુજના માધ્યમથી ગુજરાતની મોટી ઓપન કચ્છ ડેન્નાઈટ ‘સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન – ૪’ નું આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે ભુજ શહેરના જયુબિલી ગ્રાઉન્ડ ખાતે તા.૦૩/૦૫/૨૦૨૬ થી ‘સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન – ૪ નું ભવ્ય શુભારંભ કરવામાં આવ્યું. આ પ્રસંગે કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા એ જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટમાં કચ્છ-મોરબી-માળીયા લોકસભા ક્ષેત્રમાં આવતાં ખેલાડીઓ ભાગ લેશે. અને આ ટુર્નામેન્ટ થકી ક્રિકેટ ક્ષેત્રે ઉભરતા ખેલાડીઓને એક મજબુત પ્લેટફોર્મ મળી રહેશે. તેમજ આ ટુર્નામેન્ટ ૩૭ દિવસ સુધી ચાલશે જેમાં ૪૦૦ થી વધુ ટીમો ભાગ લઇ રહેલ છે.
આ પ્રસંગે જીલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદ એ જણાવ્યુ કે સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ એક એવી ટુર્નામેન્ટ છે જેમાં ૪૦૦ થી વધુ ટીમ ભાગ લઈ રહી છે. દેશના યશશ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ પોતાના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમ્યાન ગ્રામ્ય કક્ષાએ થી જ બાળકોને રમત-ગમત ક્ષેત્રે પોતાનો કીવત બતાવવા ‘રમશે ગુજરાત જીતશે ગુજરાત’ જેવા વિવિધ રમત મહોત્સવનું આયોજન કરી હર હંમેશ ખેલાડીઓને પ્રોત્સાહન આપવાનું કાર્ય કર્યું છે. આપણા સીના જીવનમાં રમત એ ખુબ મહત્વની છે. અને રમતથી આપણા મનને આનંદ થાય છે. રમત દરમ્યાન આપણે બધું ભૂલીને પોતાનું ધ્યાન તેમાં કેન્દ્રિત કરીએ છીએ. અને રમત એ સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી છે. તેમજ ઘણી બીમારીઓ સામે પણ માનસિક રીતે લડવામાં તે મજબુતી આપે છે. ‘સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન – ૪’ પ્રસંગે તેમણે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, સર્વે ખેલાડીઓ અને આયોજનમા જોડાયેલ સર્વે લોકોને શુભકામનાઓ પાઠવી હતી.
આ ટુર્નામેન્ટ પ્રસંગે ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ એ જણાવ્યુ કે ક્રિકેટ એ દરેકનુ મનપસંદ ખેલ છે. છેલ્લા ૪ વર્ષથી આ ટુર્નામેન્ટ કચ્છ માટે એક મોટી ટુર્નામેન્ટ બની ગઈ છે ત્યારે આટલી મોટી રમતનુ આયોજન કરવું અને તેને અમલમા મુકવુ એ પણ એક સુંદર આયોજન સાથે એ ખુબ મોટી વાત છે. રમત એ નિર્દોશ, નિખાલસ અને ઈમાનદારી થી રમાય છે. રમતમાં હાર કે જીત એ મહત્વની નથી પરંતુ આનંદ સાથે રમવાથી આપણું મન પ્રફુલ્લીત થાય છે. રમતમાં કોઈ જ્ઞાતિ કે ભેદભાવ નથી. જે ખેલાડીમાં આવડત હોય તે સારી રીતે રમી શકે છે. રમત એ એવું ક્ષેત્ર છે કે આપણે તેમાંથી શું નવું શીખવીએ છીએ. આ ટુર્નામેન્ટના ભાગ લેનાર સર્વે ખેલાડીઓને શ્રી કેશુભાઈ એ શુભેચ્છાઓ પાઠવી હતી.
‘સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન – ૪’ ના શુભારંભ પ્રસંગે કચ્છ જીલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદ, ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, અંગદાનના પ્રણેતા શ્રી દિલીપભાઈ દેશમુખ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી પ્રફુલ્લસિંહ જાડેજા, શ્રી અશોક હાથી, શ્રી આસિકાબેન ભટ્ટ, ભુજ શહેર ભાજપ પ્રમુખ શ્રી મિત ઠક્કર, ભુજ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી અશોક બરાડીયા, કચ્છ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ શ્રી રામ ગઢવી, જીલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી પારૂલબેન કારા, જિલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી રવી ગરવા, શ્રી હિતેશ ગોસ્વામી, જિલ્લા પંચાયત સદસ્યા શ્રી નરેશ થારુ, તાલુકા પંચાયત સદસ્ય શ્રી ભરત બડગા, શ્રી જીગર છેડા, શ્રી ગોકુલ ડાંગર, કાઉન્સિલર શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા, શિતલભાઈ શાહ, મયંક રૂપારેલ, મનુભા જાડેજા, કમલ ગઢવી, જલધિભાઈ વ્યાસ, પ્રકાશ મહેશ્વરી, વસંત વાઘેલા, ક્રિશ્નાબા જાડેજા, બિનાબેન ભાનુશાલી, ડોલીબેન શાહ, હસ્મીતાબેન ગોર, બિંદિયાબેન ઠક્કર, રીમ્મીબેન ઠક્કર, મનિષાબેન સોલંકી, લક્ષ્મીચંદ કુફલ, પુર્વ નગરસેવક શ્રી ઘનશ્યામ ઠક્કર, વિશાલ ઠક્કર, સાવિત્રીબેન જાટ, જય ચાવડા, હિતેશ ભાવાણી, યોગેશ ત્રિવેદી, અલ્પેશ પટેલ, મનિષ બારોટ, જયંત ઠક્કર, વિરમ આહિર, મયુરસિંહ જાડેજા, મહેશ વાળંદ, મોહન ચાવડા, નિલય ગોસ્વામી, ડો.હિતેશ ગોસ્વામી, નરેશ પટેલ, નરેંદ્રપુરી, દિપક ડાંગર, ધર્મેદ્રસિંહ ધમભા જાડેજા, નરેશ મહેશ્વરી, નિલેશ દાફડા, હિતેશ ગણાત્રા, કિશોર મહેશ્વરી, કુલદિપસિંહ જાડેજા, કિશોર નટ, પ્રતિક શાહ, રમેશ દાફડા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા. આ ટુર્નામેન્ટ દરમ્યાન ખેલાડીઓનો ઉત્સાહ વધારવા ખેલ રસિકોને ટુર્નામેન્ટ દરમ્યાન ઉપસ્થિત રહેવા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા એ જણાવ્યું હતું.