આધાર પુરાવા વગરના કોપરના વાયરો સાથે એક ઇસમને પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.
જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી જે સુચના મુજબ એ.એસ.આઇ. દેવજીભાઇ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ લીલાભાઇ દેસાઇ, મુળરાજભાઇ ગઢવી, સુરજભાઇ વેગડા, રાજેશભાઇ ગઢવીનાઓ માંડવી મરીન પો.સ્ટે. વિસ્તારમાં આધુનીક કિટ સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ફરતા-ફરતા નાના ભાડીયા ગામના બસ-સ્ટેશન પાસે આવતા ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ‘અસલમ હુશેન કુંભાર એક છોટા હાથી વાહનમાં ઘર-વખરીના વાસણ સાથે સાથે કોપર કેબલ તથા કોપરની પટ્ટીઓ તથા નટ બોલ્ટ ચોરી કે છળકપટથી મેળવી આધાર પુરાવા વગરનો જથ્થો લઇ અને હાલે વેચાણ કરવા જઇ રહેલ છે તેવી સચોટ અને ભરોસાપાત્ર બાતમી હકીકત મળેલ.* જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા એક ઇસમ મળી આવેલ અને તેના કબ્જાના વાહનના પાછળના ભાગે ઘરવખરીનો સામાન તેમજ વાસણો રાખેલ હોય તેમજ વાસણની આડમાં ત્રણ પ્લાસ્ટીકના થેલા હોય જેમા કોપર કેબલ તથા કોપરની પટ્ટીઓ તથા નટ બોલ્ટ ભરેલ હોઇ જે બાબતે મજકુર ઇસમ પાસે રહેલ સામાન બાબતે કોઇ આધાર પુરાવા કે બીલ બાબતે પુછતા નહી હોવાની હકીકત જણાવેલ જેથી મજકુર ઇસમના કબ્જામાંથી મળી આવેલ મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી મજકુર ઇસમને બી.એન.એસ.એસ. કલમ-૩૫(૧)ઇ મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
→ કબ્જે કરેલ કુલ્લે મુદ્દામાલ (કિ.રૂ. ૨,૩૯,૦૦૦/-)
- કોપરના વાયર, પટ્ટીઓ તથા નટ-બોલ્ટ વજન આશરે ૬૫ કી.ગ્રા. કિ.રૂ. ૩૯,૦૦૦/-
- ટાટા કંપનીનો છોટા હાથી રજી.નં. જીજે ૦૧ સી.યુ. ૨૫૦૪ કિ.રૂ. ૨,૦૦,૦૦૦/-
→ પકડાયેલ ઇસમ
- અસલમ હુશેન કુંભાર ઉ.વ. ૩૭ ધંધો-મજુરી રહે, ગુંદિયારી તા.માંડવી જી.કચ્છ