હોર્મુઝ ખુલશે અને યુદ્ધ અટકશે!
copy image

હોર્મુઝ જળમાર્ગમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે ઈરાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તેવર સામે નરમ પડ્યું હોવાની વિગતો સામે આવી રહી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ ઈરાન પોતાની કેટલીક જૂની શરતોમાં ફેરફાર કરીને અમેરિકા સાથેની ચર્ચામાં પોતાના પરમાણુ કાર્યક્રમને સામેલ કરવા માટે સહમત થયું હોવાનો અહેવાલ સામે આવ્યો છે. અલ અરેબિયા ઇંગ્લિશના અહેવાલ અનુસાર તેહરાને યુરેનિયમ સંવર્ધનને અંદાજે 3.5 ટકા સુધી મર્યાદિત રાખવા અને પોતાના હાલના સંવર્ધિત યુરેનિયમના જથ્થાને ધીમે-ધીમે ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ઉલ્લેખનીય છે કે, ઈરાને અમેરિકા સાથેની વાટાઘાટોમાં પરમાણુ કાર્યક્રમને સામેલ કરવાનો અગાઉ ઈન્કાર કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે, તેઓ આ મુદ્દો પછીથી ઉઠાવશે, જોકે હવે ઈરાન માની ગયું હોવાની વાત સામે આવી છે.
હોર્મુઝ ક્યારે ખુલશે?:ફેરફારવાળા પ્રસ્તાવમાં એ પણ સામેલ છે કે, અમેરિકા દ્વારા નાકાબંધી હટાવવાના બદલામાં હોર્મુઝને ફરીથી ખોલવામાં આવશે. આ ઉપરાંત તેહરાને આ ક્ષેત્રમાંથી અમેરિકી સૈનિકો પાછા ખેંચવાની પોતાની જૂની માંગ પણ પાછી ખેંચી લીધી છે. તેના બદલે હવે ઈરાન પોતાની સરહદોની આસપાસ અમેરિકી સેનાને હટાવવા અને ભવિષ્યમાં કોઈપણ હુમલા સામે આંતરરાષ્ટ્રીય ગેરંટીની માંગ કરી રહ્યું છે.