ભારત માટે રાહતના સમાચાર:LPG ટેન્કર ‘સર્વ શક્તિ’ હોર્મુઝની સામુદ્ર પાર કરી સુરક્ષિત રીતે આગળ વધ્યું
copy image

મધ્ય પૂર્વમાં ચાલી રહી મુશ્કેલી વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે ત્યારે ભારત માટે ગૅસ લઈને આવી રહેલું જહાજ MT “સર્વ શક્તિ” દરિયાઈ માર્ગે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને પાર કરી ચૂક્યું છે. આ જહાજ “માર્શલ આઈલેન્ડના” નામે રજિસ્ટર્ડ છે. સરકારના જણાવ્યા મુજબ જહાજ 13 મેના રોજ વિશાખાપટ્ટનમ પહોંચશે. મતલબ કે, ભારતને જરૂરી ગૅસ કોઈ પણ અવરોધ વિના મળી જશે.તેમજ 18 ભારતીયો જહાજ પર સવાર તમામ સુરક્ષિત સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, આ જહાજમાં આશરે 46 હજાર મેટ્રિક ટન LPG ભરેલો છે. જહાજ પર કુલ 20 લોકો કામ કરી રહ્યા છે, જેમાંથી 18 ભારતીયો છે. મધ્ય પૂર્વના તણાવ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં અવરોધને લઈને સરકારે માહિતી આપી છે. મંત્રાલયે જણાવ્યું કે ત્યાં હાજર તમામ ભારતીય નાવિકો સુરક્ષિત છે. છેલ્લા 24 કલાકમાં કોઈ પણ ભારતીય જહાજ સાથે કોઈ ઘટના બની નથી.