યુદ્ધની અસરથી આખી દુનિયા પર મંદીનુ સંકટ

copy image

copy image

અમેરિકા-ઈરાન યુદ્ધને બે મહિના થઈ ચૂક્યા છે, ત્યારે આ કાળમુખાં યુદ્ધની અસરથી આખી દુનિયા પર મંદીનુ સંકટ મંદરાઈ રહ્યું છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ ના મુખ્ય અર્થશાત્રી પિયરે ઓલિવિયર ગોરિન્શાસે ચેતવણી આપી હતી કે, આ સંઘર્ષ લાંબો સમય ચાલશે તો તેલની કિંમતો વધશે અને વૈશ્વિક આર્થિક વિકાસદર ઘટીને બે ટકા થઈ જઈ શકે છે. આવી વિકટ સ્થિતિ સર્જાય ત્યારે તેને વૈશ્વિક આર્થિક મંદી માનવામાં આવે છે. અત્યારે યુદ્ધ રોકાયું જરૂર છે, પણ ખતમ નથી થયું. આઈએમએફનાં નિવેદનમાં બતાવ્યું હતું કે, આ વર્ષે વૈશ્વિક મોંઘવારી 4.1 ટકામાંથી ઘટીને 3.8 ટકા થઈ જવાની આશા યુદ્ધથી પહેલાં હતી, પણ હવે વધીને 4.4 ટકા થઈ જઈ શકે છે. આ યુદ્ધની આગની લપેટમાં અનેક ખાડી દેશો પણ આવી ગયા છે. સૌથી વધુ અસર યુએઈ પર પડી છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરતાં ઈરાક, કતાર, કુવૈતની અર્થવ્યવસ્થા પર અસર પડી છે.