દિલ્હીની બિલ્ડિંગમાં ભીષણ આગ : દોઢ વર્ષના બાળક સહિત નવ લોકોના મોત

copy image

copy image

દિલ્હીના શહાદરા વિસ્તાર સ્થિત વિવેક વિહારમાં એક ચાર માળના બિલ્ડિંગમાં રવિવારે સવારે ભયાનક આગ લાગતાં નવ લોકોનાં મોત થઈ ગયાં હતાં. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મૃતકોમાં ચાર મહિલા, ચાર પુરુષ અને એક દોઢ વર્ષનું બાળક સામેલ છે. પરોઢે 3 અને 47 મિનિટે આ આગ લાગી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોકની લાગણી વ્યક્ત કરતાં વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી મૃતકોના પરિવારોને બે-બે લાખ અને ઘાયલો માટે  પ0 હજારની સહાયની ઘોષણા કરી હતી. લગભગ ચાર કલાકની કવાયતના અંતે આગ પર કાબૂ મેળવી શકાયો હતો. કેટલાક મૃતદેહ એટલી ખરાબ હદે સળગી ગયા હતા કે, માત્ર કંકાલ બચ્યાં હતાં. લોકોએ જણાવ્યું હતું કે, શોર્ટસર્કિટનાં કારણે આગ લાગી હતી.