સાંઘી જેટી પાસેથી 10 અને માંડવીના પાંચોટિયા નજીકના દરિયાકિનારાથી સાત શંકાસ્પદ માદક પદાર્થનાં પેકેટ મળી આવ્યા

copy image

copy image

અબડાસાની સાંઘી જેટી પાસેથી 10 અને માંડવીના પાંચોટિયા નજીકના દરિયાકિનારાથી સાત શંકાસ્પદ માદક પદાર્થનાં પેકેટ મળતાં હાલમાં મળેલાં પેકેટસનો આંક 37 સુધી પહોંચ્યો છે. મળતી માહિતી અનુસાર બીએસએફની ટીમ બોટ સાથે પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન સાંઘી જેટીથી થોડે દૂર મોટાપીર બેટ ઉપર ફૂટ પેટ્રોલિંગ દરમ્યાન બપોરે એક વાદળી રંગની પ્લાસ્ટિકની બેગ મળી હતી, જેને ખોલતાં શંકાસ્પદ માદક પદાર્થનાં 10 પેકેટ મળ્યાં હતાં. પારદર્શક પ્લાસ્ટિક પેકિંગ પર કાળા કલરના ટપકા, બે પાંડાચિત્ર તથા ત્રણ સ્ટાર અને અરેબિયન પ્રોડક્ટ લખેલા હતા. આ દશ પેકેટ વજન 12.270 ગ્રામ નોંધાયો છે બીએસએફે વાયોર પોલીસને સોંપી જાણવાજોગ દાખલ કરાવી છે. ત્યારે બીજી તરફ માંડવી પોલીસ, મરીન ટાસ્કફોર્સ અને ઇન્ટેલિજન્સ બ્યૂરોની સંયુક્ત ટીમ પેટ્રોલિંગમા હતી, ત્યારે માંડવીના પાંચોટિયા ગામ નજીકના દરિયાકિનારે સમુદ્રની લહેરો સાથે તણાઇને આવેલાં શંકાસ્પદ માદક પદાર્થનાં સાત પેકેટ બિનવારસુ  હાલતમાં મળી આવ્યાં હતાં.