*ધ્યાનસ્થલી, કચ્છ મધ્યે 3 મે, રવિવારના રોજ ભવ્ય કળશસ્થાપના મહોત્સવ અને મહાયજ્ઞનું આયોજન થયું*

ભુજ-માંડવી રોડ પર પુનડી મધ્યે આવેલું ધ્યાનસ્થલી, કચ્છ શાંતિ અને ઊર્જાનું એક કેન્દ્ર છે .

અહીં સ્થિત શ્રી ગુરુશક્તિધામ મનુષ્યમાત્રને આત્મસાક્ષાત્કાર અને સકારાત્મક અનુભૂતિનું દ્યોતક છે. 

દેશવિદેશથી મનુષ્યમાત્ર અહીં આવી શ્રી ગુરુશક્તિધામના સાંનિધ્યમાં આત્મશાંતિ અને દિવ્ય અનુભૂતિનો અનુભવ કરે છે.

આ શ્રી ગુરુશક્તિધામના શિખર પર કળશની સ્થાપના અર્થે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું.

 *3 મે 2026, રવિવારના રોજ સવારે શુભ મુહૂર્તમાં* *કળશસ્થાપના મહોત્સવ* અને *વેદોક્ત મહાયજ્ઞનું* ભવ્ય આયોજન કરવામાં આવ્યું.

*કળશસ્થાપના : શિખરે અમૃતનો અભિષેક*  

સ્કંદ પુરાણ કહે છે – _”કલશસ્ય મુખે વિષ્ણુઃ કંઠે રુદ્રઃ સમાશ્રિતઃ।”_ કળશના મુખમાં વિષ્ણુ, કંઠમાં શિવ અને મૂળમાં બ્રહ્માનો વાસ છે. શ્રી ગુરુશક્તિધામનું શિખર કોઈ ઈંટ-પથ્થરનું બાંધકામ નથી, બલકે *બ્રહ્માંડની કલ્યાણકારી ઊર્જાને ધરતી સાથે જોડનારું કોસ્મિક એન્ટેના* છે. અને કળશ એનું રિસીવર છે.

આ અલૌકિક દૃશ્યના સાક્ષી બનવા ભારતભરથી 600 આગંતુકો ઉમટયા હતા.

*મહાયજ્ઞ : આહુતિ નથી, રૂપાંતરણ છે*  

કળશસ્થાપના સાથે જ *યજ્ઞ જે સામૂહિક સંકલ્પ અને પર્યાવરણ શુદ્ધિનું મહા અભિયાન* છે.

આ યજ્ઞ ધ્યાનસ્થલી પર સ્થિત શ્રી ગુરુશક્તિધામના પરિસરમાં આયોજિત થયેલ, જે એક વૈશ્વિક ચેતનાશક્તિનું ઊર્જાક્ષેત્ર છે. યજ્ઞ  ફક્ત એક કર્મકાંડ નહીં, પરંતુ સંકલ્પશક્તિનું માધ્યમ છે, જેના થકી વ્યક્તિ સર્વાંગીણ સંતુલન અને આધ્યાત્મિક ઉન્નતિ તરફ અગ્રસર થઈ શકે છે. આ યજ્ઞ બ્રહ્મમુહૂર્તમાં વૈદિક વિધિ થયેલ, જે આધ્યાત્મિક ઉન્નતિ માટે ઉત્કૃષ્ઠ સમય છે.

હિમાલયીન સમર્પણ ધ્યાનયોગના પ્રણેતા સદ્ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીએ કળશસ્થાપનાના શુભ અવસર પર ધ્યાનસ્થલી, ગાંધીનગર, મહુડીથી લાઇવ પ્રસારણના માધ્યમથી આશીર્વચન આપ્યાં હતાં. સૌ આગંતુક સાધકો પૂજ્ય સ્વામીજીના આધ્યાત્મિક માર્ગદર્શન તેમજ ધ્યાનની દિવ્ય અનુભૂતિથી ધન્ય થયા.

ત્યારબાદ શ્રી સંજયભાઈ વિઠલપરા તેમજ ટીમ દ્વારા ભજન-કીર્તન સ્વરૂપે એક વિશેષ ઉજવણીનું આયોજન પણ કરવામાં આવેલ, જેમાં સૌએ આનંદવિભોર થઈ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ મહોત્સવમાં કચ્છના રાજપરિવારના કુંવર શ્રી ઇન્દ્રજીતસિંહજી જાડેજા પરિવાર સહિત ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. 

આ કાર્યક્રમની આયોજન વ્યવસ્થામાં કોર ટીમ તરીકે ટ્રસ્ટી શ્રી રિતેશ આહિર, એસ્ટેટ મેનેજર શ્રી ખુશ જાદવાણી,  ડૉ. ધૈવત મેહતા, ડૉ. મુનીરા મેહતા, ડૉ. પ્રવીણ લીંબાણી, ગીતા નાયર, શ્રી જિજ્ઞેશ મેહતા, શ્રી વસંત પટેલ, શ્રી ઉદય વોરા વગેરે દ્વારા ટીમની રચના કરી યથાશક્તિ સહયોગ પૂરો પાડ્યો હતો.