કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ હવે હોદ્દેદારોની નિમણૂક માટેની પ્રક્રિયા તેજ

જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં પ્રમુખ પદ માટે નિરીક્ષકો દ્વારા સાંભળવાની પ્રક્રિયા શરૂ
કચ્છ કમલમ ખાતે ભુજ સ્થિત ભાજપ કાર્યાલય ખાતે આયોજન
પ્રદેશ દ્વારા નિયુક્ત કરાયેલ નિરીક્ષક ભાનુભાઇ મહેતા, ભરતભાઈ ગોહિલ, ગૌતમ ગોસ્વામી સહીતની ટીમ કચ્છના કાર્યકર્તાઓ અને આગેવાનોનો અભિપ્રાય લેશે
કચ્છ જિલ્લા પંચાયત, પાંચ નગરપાલિકા,ગાંધીધામ મહાનગર પાલીકા,તેમજ નવ તાલુકા પંચાયત પંચાયતના કાર્યકર્તાઓને સાંભળશે
સાંસદ સભ્યો, ધારાસભ્યો, મંડળના પ્રભારીઓ અને પ્રદેશ હોદ્દેદારો બેઠકમાં ઉપસ્થિત રહેશે
જિલ્લાના તમામ ૧૬ મંડળોના અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ સાથે વન-ટુ-વન સંવાદ યોજાશે
આગામી દિવસોમાં પ્રમુખ પદ માટે પસંદગી કરાશે