*પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરીમાં ભાજપની ઐતિહાસિક જીતના કચ્છ કમલમ ખાતે વધામણા..*

ચોથી મે, ૨૦૨૬ ભારતની તવારીખમાં એક ઐતિહાસિક તારીખ બની રહી. ભારતની આઝાદીના ઇતિહાસમાં આઝાદી પછી જે પક્ષના પાયાની સ્થાપના જેમના નામે ગણાય તેવા શ્યામાપ્રસાદ મુખર્જીની ભૂમિ પશ્ચિમ બંગાળમાં પહેલીવાર ભારતિય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહની જુગલજોડી દ્વારા જબ્બર બહુમતી સાથે પ્રચંડ, અભૂતપૂર્વ વિજય મેળવીને ભાજપ દ્વારા આજરોજ શ્યામાપ્રસાદ મુખરજીને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અપાઈ તે સાથે જ સમસ્ત ભારતના ભાજપના કાર્યકરોની સાથે કચ્છ ભાજપ દ્વારા પણ વીરાટ વિજયનો ભવ્ય વિજયોત્સવની મનાવાયો હતો.

કચ્છ જિલ્લા ભાજપના મધ્યસ્થ કાર્યાલય કચ્છ કમલમ ખાતે પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરીમાં સ્પષ્ટ જનાધાર મળતા ભાજપના વિજયોત્સવની ઉજવણી ભારે ધામધૂમથી કરાઇ હતી જેમાં સંગઠન પ્રભારી ફલજીભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદભાઇ ચાવડા, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, પ્રદ્યુમનસિંહ જાડેજા સહિતના આગેવાનો અને કાર્યકરોએ એકમેકના મીઠા મોં કરાવી, ફટાકડા ફોડી ભવ્ય વિજયની શુભેચ્છાઓ અને અભિનંદનોની આપ – લે હતી.

જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે ખાસ કરીને બંગાળમાં આટલી ભવ્ય જીત મળવાથી કાર્યકરો અને અગ્રણીઓમાં આજે ઉત્સાહ ચરમસીમાએ જોવા મળ્યો હતો. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના ૧૫ વર્ષના કોમવાદી, રાષ્ટ્રવિરોધી રાક્ષસરાજનો અંત આવ્યો છે અને આજે કમળનું ફૂલ બંગાળમાં પૂર્ણકળાએ ખીલ્યું છે. બંગાળમાં ભાજપના આગમન સાથે લગભગ આઠ દાયકા બાદ ભગવો લહેરાયો છે અને રાષ્ટ્ર પ્રથમની વિચારધારાયુક્ત રાજનીતિનો એક નવો યુગ શરૂ થયો છે.

વઘુમાં શ્રી વરચંદે ઉમેર્યું હતું કે પશ્ચિમ બંગાળની સાથોસાથ આસામ અને પોંડિચેરીમાં પણ ભાજપે કમાલનું પ્રદર્શન કર્યું છે. આસામમાં જીતનું પુનરાવર્તન એ ભાજપના રાષ્ટ્રવાદી અને વિકાસલક્ષી, અંત્યોદય પ્રેરિત સુશાસનનું એક બેનમુન દ્રષ્ટાંત છે.

આ ઉજવણીમાં પ્રદેશ નિરીક્ષકો ભાનુભાઈ મેતા, ભરતસિંહ ગોહિલ, ગૌતમભાઈ ગોસ્વામી, જિલ્લા ભાજપ મહામંત્રીઓ ધવલભાઇ આચાર્ય, હિતેશભાઈ ખંડોર, ભીમજીભાઇ જોધાણી સહિત જિલ્લા ભાજપના હોદ્દેદારો, મંડલ અને મોરચાના પદાધિકારીઓ, સંગઠનના વિવિધ એકમોના હોદ્દેદારો, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ સહિત બહોળી સંખ્યામાં કાર્યકર્તાગણ ઉપસ્થિત રહ્યા હતા. ઉક્ત વિજયોત્સવ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભુજ શહેર ભાજપ પ્રમુખ મીતભાઈ ઠક્કર અને ભુજ તાલુકા ભાજપ પ્રમુખ અશોકભાઈ બરાડિયા અને તેમના મંડલોની ટીમે જહેમત ઉઠાવી હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી અને સહ ઇન્ચાર્જ સુનિલ માંકડની સંયુક્ત યાદીમાં જણાવાયું હતું.