અરજદારશ્રીનો ગુમ થયેલ મોબાઇલ શોધી અરજદારશ્રીને પરત કરી તેરા તુજકો અર્પણ સુત્રને સાર્થક કરતી LCB પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ નાઓએ “તેરા તુજકો અર્પણ” ઝુંબેશ અંતર્ગત જીલ્લામાં લોકોના ગુમ/ચોરી થયેલ મોબાઇલ શોધી લોકોને પરત અપાવી તેરા તુજકો અર્પણ સુત્રને સાર્થક કરવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. વિકેશભાઇ રાઠવા અને પોલીસ કોન્સ્ટેબલ વિરમભાઇ ગઢવીનાઓ દ્વારા ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સીસના આધારે અરજદારશ્રી જગદીશભાઇ અમૃતલાલ પટેલ રહે. અમરાવતી(મહારાષ્ટ્ર) વાળાનો આઇફોન કંપનીનો ૧૭ પ્રો મોબાઇલ ગુમ થયેલ જે મોબાઇલ શોધી અરજદારશ્રીને પરત કરી તેરા તુજકો અર્પણ સુત્રને સાર્થક કરેલ છે.