ભુજના વોકળા ફળિયામાં 28 વર્ષીય પરિણીતા ગળેફાંસો ખાઇ આપઘાત કર્યાની ફરિયાદ નોંધાવાઈ

copy image

copy image

ભુજના વોકળા ફળિયામાં 28 વર્ષીય પરિણીતા ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં પતિ અને સાસુ સામે મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવાઇ છે. સૂત્રો માંથી મળતી માહિતી અનુસાર મૃતકના માતા (રહે. માનકૂવા)એ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર આરોપી મૃતકનો પતિ તથા સાસુ ફરિયાદીની દીકરીને દહેજ માટે રૂપિયાની માગણી કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા, તેવી વાત તેણે અગાઉ કરી હતી. આમ તેઓના ત્રાસથી કંટાળી તેણે અંતિમ પગલું ભરી લીધાનું ફરિયાદમાં લખાવતાં પોલીસે મરવા મજબૂર કરવા સબબ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી તજવીજ આદરી છે