કચ્છમાંથી ફલાઇંગ સ્કવોડે 1.15 કરોડની ખનિજચોરી ઝડપી
copy image

ફલાઇંગ સ્કવોડે તાજેતરમાં અબડાસા અને લખપત તાલુકામાં હાથ ધરેલી કાર્યવાહીમાં 1.15 કરોડની ખનિજચોરી ઝડપી પાડી હતી. મળતી માહિતી અનુસાર કલેકટરનાં માર્ગદર્શન હેઠળ કરાયેલી કામગીરીની અપાયેલી સત્તાવાર વિગત અનુસાર કોઠારાની ભેદી નદી વિસ્તારમાં આકસ્મિક છાણબીન કરતાં સાદી રેતી ખનિજનું ગેરકાયદે ખનન કરતાં બે ડમ્પર અને એક લોડર મશીન ઝડપાયા હતાં. તો લખપતના મૂરચબાણ, સીમવિસ્તાર ખાતે પણ સાદી માટી ખનિજનું ગેરકાયદે ખનન કરતાં બે ડમ્પર અને એક એસ્કેવેટર મશીન પકડી પોલીસના હવાલે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.