ચાર વર્ષ બાદ કંડલામાં ફરી ઘઉંના નિકાસની પ્રથમ કાર્યવાહી
copy image

તાજેતરમાં સરકાર દ્વારા ઘઉંના નિકાસ માટેની કાર્યવાહી કરાયા બાદ અચાનક પ્રતિબંધ લગાડી દેવતા કંડલા બંદરે ઘઉંના વ્યાપક જથ્થાનો ભરાવો થયો હતો, ત્યારે ચાર વર્ષના અંતરાલ બાદ આજથી કંડલામાં ફરી ઘઉંની નિકાસની કામગીરીનો આરંભ થયો હતો.મળતી માહિતી અનુસાર આ સાથે કામદારોની સુરક્ષા માટે પણ પ્રશાસન દ્વારા વ્યાપક પ્રયાસો હાથ ધરાયા હતા. વર્ષ 2022 બાદ દુબઈ જતાં જહાજમાં ઘઉં ભરવાની કામગીરી શરૂ કરાઇ હતી. એમ.વી. અન્ના થેરેશા નામનાં જહાજમાં 22 હજાર મેટ્રિક ટન ઘઉંની નિકાસ કરવામાં આવશે. ડીપીએના ચેરમેન સુશીલકુમાર સિંઘે આજે ઘઉંની લોડિંગની કામગીરી શરૂ થઈ તે વેળાએ મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી હતી.