મમતા બેનર્જીએ રાજીનામું આપવાનો ઇનકાર કર્યો

copy image

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીએ મંગળવારે વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટીની મોટી હાર બાદ પણ રાજીનામું આપવાની ના પાડી દીધી હતી ! ઐતિહાસિક ઘટનાક્રમમાં પહેલીવાર કોઈ હારેલા મુખ્યમંત્રીએ પદ છોડવાની ના પાડી છે. સતાવાર માહિતી અનુસાર તેમણે દાવો કરતાં જણાવ્યું હતું કે, આ ચુકાદો વાસ્તવિક જનાદેશ નથી, પરંતુ એક ષડયંત્રનું પરિણામ છે.  ચૂંટણીમાં ટીએમસીનો મુકાબલો ભાજપ સામે નહીં, પરંતુ ચૂંટણીપંચ સામે હતો, જે `ભાજપ માટે’ કામ કરે છે. પંચ ખરેખરું વિલન છે. ભાજપના નેતા સંબિત પાત્રાએ આ નિવેદનને ચિંતાજનક ગણાવીને જણાવ્યું હતું કે, આવું બયાન બંધારણની ભાવનાથી વિપરીત છે. ભારતીય લોકતંત્રમાં કોઇ નેતા અપરિહાર્ય નથી. `મારા રાજીનામાંનો પ્રશ્ન જ ઊભો થતો નથી, કારણ કે અમે જાહેર જનાદેશથી નહીં, પરંતુ ષડયંત્રથી હાર્યા હતા… હું હારી નથી, હું લોકભવન જઈશ નહીં..  હું હવે આઝાદ છું. ઇન્ડિયા ગઠબંધનને મજબૂત બનાવવા કામ કરીશ. બેનર્જીએ આક્ષેપ કર્યો હતો કે, `ઇતિહાસનો એક કાળો અધ્યાય રચાયો છે’, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર લોકોના લોકશાહી અધિકારોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો..  તેમણે 2021માં મતદાન પછીની હિંસાના પાયાવિહોણા આરોપોને ફગાવી દીધા. બેનર્જીએ કહ્યું કે, ચૂંટણીનાં પરિણામો બાદ વિપક્ષી ઇન્ડિયા બ્લોકના ઘણા નેતાઓએ તેમની સાથે એકતા વ્યક્ત કરવા માટે સંપર્ક કર્યો  હતો