IPL-2026માં ક્રિકેટ સટ્ટાના રન-ફરકનો જુગાર રમતા ઇસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓને જુગારના કેસો શોધી કાઢવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ. જે સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ દેવજીભાઇ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ લીલાભાઇ દેસાઇ તથા મુળરાજભાઇ ગઢવીનાઓ માંડવી શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન દરમ્યાન ફરતા ફરતા ગોરી હોસ્પીટલ પાસે આવતા ખાનગી રાહે વિશ્વાસુ અને ભરોસાલાયક બાતમીદાર દ્રારા બાતમી હકીકત મળેલ કે, ‘મલકેશ કમલેશભાઈ વાઘેલા ઉ.વ.૩૧ રહે. ગૌરી હોસ્પિટલની બાજુમાં માંડવી પાસે હાલે આઇ.પી.એલ.ની દિલ્લી તથા ચેન્નઇ ની ટીમ વચ્ચે ૨૦-૨૦ ક્રિકેટ મેચ લાઇવ ચાલુમાં છે જે ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન ક્રિકેટ સટ્ટાનો રૂપીયાની હાર-જીતનો જુગાર રમી રમાડે છે. જે હકીકત આધારે તુરંતજ વર્કઆઉટ કરી રેઇડ કરતા આરોપી મલકેશ કમલેશભાઇ વાધેલા ઉ.વ.૩૧ રહે. ગૌરી હોસ્પિટલની બાજુમાં, માંડવી વાળો (ક્રિકેટ સટ્ટો રમનાર) પોતાની પાસેના મોબાઇલ ફોનમાં ક્રીકેટ સટ્ટા બેટીંગની આઇ.ડી LOTUS 365 નામની આઈ.ડી. ચાલુમાં હોય જેમાં જોતા દિલ્હીની ટીમ મેચ જીતે તો ૧,૫૦૦/- રૂપિયાનો સોદો લગાડેલ હોય જે આઈ.ડી.ના ઉપરના ખુણામાં જોતા આઈ.ડી.માં ૧૦,૫૧૪/- રૂપિયાનું બેલેન્સ રાખી જુગાર રમતો હોય જેથી તેઓ વિરૂધ્ધ માંડવી પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૧૮૮/૨૦૨૬ જુગાર ધારા કલમ ૧૨(એ) મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

પકડાયેલ ઇસમ :-

મલકેશ કમલેશભાઇ વાધેલા ઉ.વ.૩૧ રહે. ગૌરી હોસ્પિટલની બાજુમાં, માંડવી

:• કબ્જે કરેલ ફલ્લે મુદામાલ (કિં.રૂ.૩૭,૦૧૪) :-

  • મોબાઇલ નંગ-૦૧, કિં.રૂ. ૨૦,૦૦૦/-
  • રોકડા રૂપીયા – ૬,૫૦૦/-

આઇ.ડી.મા રાખેલ કુલ્લે બેલેન્સ રૂપીયા ૧૦,૫૧૪/- ક્રિકેટ સટ્ટો રમવામાં ઉપયોગમા લીધેલ તે.