ભારતના ઔદ્યોગિક વિકાસમાં નવા શ્રમ કોડ્સની મહત્વપૂર્ણ ભૂમિકા પર FOKIA નો સેમિનાર નિષ્ણાતોનો મત

ગાંધીધામ: ભારતના નવા શ્રમ માળખાના પરિવર્તનકારી પ્રભાવ પર ભાર મૂકતા, ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનસ (FOKIA) એ સોસાયટી ઓફ હ્યુમન રિસોર્સ પ્રોફેશનલ્સ (SHRP), વડોદરા સાથે જ્ઞાન ભાગીદારીમાં અને તોલાણી મોટવાણી ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (TMIMS), આદિપુર સાથે શૈક્ષણિક ભાગીદારીમાં ગાંધીધામમાં ‘ફ્રોમ કોલેર્સિટી ટુ ક્લેરિટી-ફોર લેબર કોડ્સનું સીમલેસ ઇન્ટિગ્રેશન વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન કર્યું હતું.
ઉદ્ઘાટન સત્રમાં ગાંધીધામના માનનીય ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, માનદ અતિથિ તરીકે, FOKIA ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી નિમિશ ફડકે, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી તેજાભાઈ કાનગડ, એપોલો ટાયર્સ લિમિટેડના ભૂતપૂર્વ Hાર હેડ શ્રી યશ પવાર અને TMIMSના ડિરેક્ટર ડૉ. સંપદા કાપસે ઉપસ્થિત રહ્યા હતા. માંડવીના માનનીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધ દવે એ પણ સેમિનારમાં ઉદ્ગોદન કર્યું હતું.
સ્વાગત પ્રવચન ઇલેક્ટ્રોથર્મના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ગૌરાંગ ચરણ રાઉતે આપ્યું હતું અને ઉદ્ઘાટન સત્ર માટે આભારવિધિ શ્રીયમ પાવરના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી અશોક પુદિર દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવી હતી અને સેમિનારનું સંદર્ભ વેલસ્પન કોર્પ ના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી દિનેશ કાલાન્ત્રી દ્વારા આપવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં ભારતના જટિલ શ્રમ કાયદાઓને સરળ બનાવવા, વ્યવસાય કરવા સરળતા વધારવા અને શ્રમિક કલ્યાણ સાથે સારી પાલન વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે ચાર શ્રમ કોડ઼સના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
શ્રી યશ પવાર, ડૉ. ધર્મગ બક્ષી, શ્રી સંજય સુથાર, શ્રી પ્રેરક દેસાઈ અને ગુજરાત સરકારના સહાયક શ્રમ આયુક્ત શ્રી એમ.જે. સૌની સહિતના નિષ્ણાતોએ વિવિધ સત્રોમાં અમલીકરણની પડકાસે, પાલન
પ્રકિયા અને સુધાશના લાંબા ગાળાના લાભો અંગે વિગતવાર માહિતી આપી હતી શ્રી રૂપિર સોમેશ્વર અને શ્રી વિષ્ણુ કે વિજયની ઉપસ્થિતિમાં યોજાયેલી પેનલ ચર્યામાં ઉદ્યોગજગતના દ્રષ્ટિકોણ પર પણ ચર્ચ કરવામાં આવી હતી. જ્યારે ડો. એસ. કે. રાથજાદાએ ટેકનિકલ સત્રોનું સંચાલન કર્યું હતું.
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે અનેક કાયદાઓને એકત્રિત કરીને ચાર ક્રોડ્સમાં સમાવવામાં આવવું એક મહત્વપૂર્ણ સુધાર છે. જે થમ વહીવટમાં પારદર્શિતા, એકરૂપત્ત અને કાર્યક્ષમતા લાવવા સાથે નોકરીદાતા અને કર્મચારી બંનેના હિતોનું સંતુલન જાળવે છે.
તેમણે વધુમાં ભાર મૂક્યો હતો કે નવા શ્રમ કોડ્સનું અસરકારક અમલીકરણ ઔધોગિક વિકાસને પ્રોત્સાહન આપરશે. કામદારોની પરિસ્થિતિમાં સુધારો કરશે અને વૈશ્વિક અર્થતંત્રમાં ભારતની સ્પર્ધાત્મક સ્થિતિને મજબૂત બનાવશે.
આ સેમિનારમાં ગુજરાતભરના એમએસએમજી મોટા ઉદ્યોગો, કાનૂની નિષ્ણાતો, કન્સલ્ટન્ટ્સ, અને શૈક્ષણિક ક્ષેત્રમાંથી 140 થી વધુ પ્રતિનિધિઓની હાજરી સાથે આ સેમિનાર જદ્દન ખાધ દૂર કરવા અને પરિવર્તન માટે હિતાધારકોને તૈયાર કરવા માટે એક મહત્વપૂર્ણ મંચ માબિત થયો. આ સેમિનારમાં લગભગ ૨ કલ્પક જેટલી ચાલેલી પ્રશ્નોતરી દરમિયાન સમજુતી આપવામાં આવી હતી.
સેમિનાર માટે અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવોએ શુભેચછાઓ પાઠવી, જેમાં માનનીય શ્રમ અને રોજગાર મંત્રી શ્રી કુવંજિભાઈ બાવતિયા: માનનીય રાજ્ય મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયા: માનનીય રાજ્ય મંત્રી (ઉચ્ચ અને તકનીકી શિક્ષણ) શ્રી ત્રિકમભાઈ છાંગા: ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ શ્રીમતી નિમાબેન આચાર્ય, માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદ, તેમજ IFFCOના શ્રી અનિરુદ્ધ વિક્રમ સિંહ સહિતના મહાનુભાવોનો સમાવેશ થાય છે.
આ સેમિનાર ની આભારવિધિ ડો. સંપદા કામે. ડિરેક્ટર, THIM દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન જાન્વીબેન તોલાણી કોલેજ ના વિદ્યાર્થીની દ્વારા કરવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમનું
આયોજન ફોકિઆના મમતા વાસાણી, શિવાની ભગત, વંદના વૈષ્ણવ, જીનીશા સદાણી, અને ભરત બારોટ એ કર્યુ હતું.