ઈન્ડિગોનાં વિમાનમાં મુસાફરની પાવરબેન્કમાં વિસ્ફોટ: પાંચ ઘાયલ

copy image

ઈન્ડિગોની આ ફ્લાઈટ મંગળવારે હૈદરાબાદથી ચંદિગઢ એરપોર્ટ પર ઉતરતાની સાથે જ એક મુસાફરની પાવર બેન્કમાં વિસ્ફોટ થયો, જેના કારણે આગ પણ લાગી હતી. મળતી માહિતી અનુસાર પાંચ મુસાફર ઘાયલ થયા હતા . મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો, જેમને એરલાઈન સ્ટાફ  દ્વારા તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. પંજાબના મોહાલીમાં શહીદ ભગતસિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઈટ 6ઊ108 લેન્ડ થતાં જ એક મુસાફરની પાવર બેન્કમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટને કારણે કેબિનમાં સામાન્ય આગ પણ લાગી હતી, જેને કેબિન ક્રૂએ અગ્નિશમક સાધનોનો ઉપયોગ કરીને ઝડપથી બૂઝાવી દીધી હતી.