અમેરિકાનું લશ્કરી વિમાન રહસ્યમય રીતે ગાયબ

copy image

ઈરાન નજીક પર્સિયન ગલ્ફ ઉપર ઉડતું એક યુએસ લશ્કરી વિમાન ગુમ થયુ હોવાનું સામે આવ્યું છે.સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર  યુ.એસ. વાયુસેનાના બોઇંગ કેસી-135 સ્ટ્રેટોટેન્કર પ્લેન દ્વારા ‘7700 ડિસ્ટ્રેસ સિગ્નલ’ આપવામાં આવ્યું હતું, જે ઉડાન દરમિયાન કટોકટીનો સંકેત આપે છે.FlightRadar24ના ડેટા મુજબ , મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ઈરાનના દરિયાકાંઠે પર્સિયન ગલ્ફ ઉપર ઉડતી વખતે વિમાને કટોકટી જાહેર કરી હતી. આ વિમાન યુએસ લશ્કરી વિમાનો માટે ઉડતા રિફ્યુઅલિંગ સ્ટેશન તરીકે સેવા આપતું હતું.ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા દર્શાવે છે કે, ઉતરતી વખતે વિમાન થોડા સમય માટે હવામાં ચક્કર લગાવતું હતું. સંકટનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. આ ઘટનાને કોઈપણ આક્રમક કૃત્ય સાથે જોડવાની કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી.ઈરાનની અર્ધ-સત્તાવાર સમાચાર એજન્સી ફાર્સે FlightRadar24ના ડેટાને ટાંકીને વિમાન ગુમ થયાની જાહેરાત કરી હતી. જો કે, ઈરાન દ્વારા કોઈ નિવેદન જારી કરવામાં આવ્યું નથી