અમેરિકામાં ભારતીય કંપનીઓનો દબદબો

copy image

યુએસમાં ભારતનું સીધું વિદેશી મૂડીરોકાણ-એફડીઆઇ- વધીને અંદાજે 16.4 અબજ ડોલર્સ થયું છે અને તે આશરે 70800 નોકરીઓ ટકાવી રાખે છે તેમ મેરીલેન્ડ રાજ્યમાં યોજાયેલી સિલેક્ટ યુએસએ ઇન્વેસ્ટમેન્ટ સમિટ દરમ્યાન સીઆઇઆઇ ઇન્ડિયાના કાર્યક્રમમાં યુએસ નાયબ મંત્રી બ્રાન્ડોન રેમિંગ્ટને જણાવ્યું હતું. ભારતીય કંપનીઓએ યુએસમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ 313 મિલિયન ડોલર્સનો ખર્ચ કર્યો હતો તેમ તેમણે ઉમેર્યું હતું.સીઆઇઆઇના 2023માં જારી કરવામાં આવેલાં અહેવાલમાં જણાવ્યા અનુસાર યુએસમાંએ સમયે 40 અબજ ડોલર્સનું ભારતીય ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું હતું. જેના કારણે સવા ચાર લાખ નોકરીઓ સર્જાઇ હતીવાણિજ્ય વિભાગના ડેપ્યુટી અંડરસેક્રેટરી રેમિંગ્ટને જણાવ્યું હતું કે અમે ભારતમાંથી યુએસમાં થતાં મૂડીરોકાણને આવકારીએ છીએ. ઉપલબ્ધ ડેટા અનુસાર ભારતમાંથી યુએસમાં કરવામાં આવેલું એફડીઆઇ 16.4 અબજ ડોલર્સ જેટલું છે અને તેના કારણે 70800 નોકરીઓ સર્જાઇ છે.આ કંપનીઓ દ્વારા 1.5 અબજની નિકાસ પણ કરાઇ છે. સીઆઇઆઇ રિપોર્ટ અનુસાર ભારતીય કંપનીઓમાંથી જે ત્રણ રાજ્યોમાં સૌથી વધારે એફડીઆઇ આવે છે તેમાં ટેક્સાસ(9.8 અબજ ડોલર્સ) જ્યોર્જિયા(7.5 અબજ ડોલર્સ) અને ન્યુ જર્સી(4.2 અબજ ડોલર્સ)નો સમાવેશ થાય છે.