“અમેરિકા હવે કોઈ નવું યુદ્ધ નથી ઈચ્છતું”ઈરાન સાથેના યુદ્ધ વચ્ચે અમેરિકાએ ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ અટકાવ્યું

copy image

copy image

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. મળતી માહિતી અનુસાર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની ખાડીમાં ફસાયેલા જહાજોને બહાર કાઢવા માટેના ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ને થોડા સમય માટે રોકવાની જાહેરાત કરી છે. ટ્રમ્પના મતે ઈરાન સાથેની વાતચીત હવે અંતિમ સમજૂતી તરફ વધી રહી છે અને તેમાં સારી પ્રગતિ થઈ છે. આ દરમિયાન અમેરિકાએ તેના સૈન્ય અભિયાન ‘ઓપરેશન એપિક ફ્યુરી’ને પણ ખતમ કરવાની જાહેરાત કરી છે. વિદેશ મંત્રી માર્ક રુબિયોએ સ્પષ્ટ કર્યું કે અમેરિકા હવે કોઈ નવું યુદ્ધ નથી ઈચ્છતું અને શાંતિના માર્ગે આગળ વધવા માંગે છે.પ્રોજેક્ટ ફ્રીડમ અટકાવી દેવામાં આવ્યો હોય, પરંતુ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝની ખાડી પર અમેરિકાની નાકેબંધી પૂરી રીતે ચાલુ રહેશે. ઈરાનને કડક શબ્દોમાં ચેતવણી આપતા ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકાએ ઈરાની નૌકાસેનાને એટલું નુકસાન પહોંચાડ્યું છે કે હવે તેમની પાસે લડવા માટે કોઈ બોટ બચી નથી. અમેરિકાએ દાવો કર્યો છે કે તેણે ઈરાનની 7 નૌકાઓને તોડી પાડી છે, જોકે આ સંઘર્ષમાં 10 સામાન્ય નાવિકોના મોત પણ થયા છે.