આતુરતા નો અંત આવશે?.;ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ 48 કલાકમાં સમાપ્ત થઈ શકે
copy image

દુનિયાભરમાં ઉચાટ વચ્ચે આશ્વાસન આપતા સમાચારમાં અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધ 48 કલાકમાં ખતમ થઇ શકે છે. સતાવાર માહિતી અનુસાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જમાઇ જેરેડ કુશનરની મદદથી 14 શરતોની સમજૂતી તૈયાર કરાઇ હોવાનું જાણવા મળે છે. અમેરિકા ઇરાનની સંપત્તિઓ પાછી આપશે. બદલામાં ઇરાન પરમાણુ કાર્યક્રમ રોકવા સાથે હોર્મુઝ ખોલશે, તેવા વાવડ મળતાં જ બુધવારે ક્રૂડ તેલની કિંમત છ ટકાથી વધુ ઘટીને 103 ડોલર થઇ ગઇ હતી.તેમજ ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઇઆરજીસી)એ જણાવ્યું હતું કે, હોર્મુઝ સ્ટ્રેટ પરથી હવે જહાજોની અવરજવર સુરક્ષિત થઇ શકશે. અગાઉ, ટ્રમ્પે ઇરાનને ચેતવણી આપતાં કહ્યું હતું કે, સમજૂતીની વાતો માની લેશે તો લડાઇ ખતમ થઇ જશે અને હોર્મુઝ બધા દેશો માટે ખોલી દેવાશે. જો કે, ઇરાન નહીં માને તો અમેરિકા ફરીથી હુમલા શરૂ કરી દેશે અને આ વખતે હુમલા પહેલાંથી ઘણા ઘાતક અને મોટા હશે. સૌથી મોટો વિવાદ પરમાણુ કાર્યક્રમ રોકવાના સમયગાળા પર છે. ઇરાન પાંચ વર્ષનો પ્રસ્તાવ આપી ચૂકયું છે, પરંતુ અમેરિકા 20 વર્ષ ઇચ્છતું હતું. પરંતુ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જમાઇ જેરેડ કુશનરની મદદથી 14 શરતોની સમજૂતી તૈયાર કરાઇ છે.