ભુજ તાલુકાના પાયરકા ગામે દેશી દારૂની ચાલતી ભઠ્ઠી ઉપર ગામના જય ભીમ યુવા ગ્રુપ દ્વારા જનતા રેડ કરાઈ

તા. ૦૭-૦૫-૨૦૨૬ ભુજ તાલુકાના પાયરકા ગામની બાજુમાં સીમાડામાં આવેલા ડેમ ઉપર આશરે ૧૫ થી ૧૭ દિવસ થી અહીં દેશી દારૂ બનાવવાની ગેર કાનૂની પ્રવુતિ ચાલે છે. આ અંગે માહિતી મળતા મુજબ ગાયો ભેંસો ચારતા વ્યક્તિ એ આ ડેમ ઉપર પોતાના પશુ ને જ્યારે પાણી પીવડાવવા ગયેલ તે સમયે ત્યાં દેશી દારૂ બનાવવાની પ્રવુતિ તેને જોવા મળી હતી. આ અંગે ગામના જય ભીમ યુવા ગ્રુપને જાણ કરાઈ ત્યારે જય ભીમ યુવા ગ્રુપના યુવાનો સ્થળ ઉપર પહોચયા હતા. ત્યારે તેમને દેશી દારૂની ભઠ્ઠી જોવા મળી ૫૦૦ લીટરની ૪ થી ૫ રબર ની ટાંકીમાં દેશી દારૂનું આથો ઉકડાવા માટે નાખેલ હતો. તે જોવા મળ્યો હતો તેમજ દેશી દારૂ માટે વપરાતી ચીજ વસ્તુ જોવા મળી હતી. જેનો નાશ જય ભીમ યુવા ગ્રુપના દ્વારા કરવામાં આવ્યું હતો. આ અંગે જય ભીમ યુવા ગ્રુપ પાયરકાના યુવાનો દ્વારા ખાસ અપીલ કરાઈ છે. કે ગુજરાતમાં દારૂ બંધીનું કાયદો છે. ત્યારે આવી ગેર કાનૂની પ્રવુતિ ઉપર પોલીસ તંત્ર એલર્ટ થઈને રોક લગાવે અને આવા ફેબામ બુટલેગરો ઉપર કાનૂની કાર્યેવાહી કરે. ખાસ કરીને આ ડેમ ઉપર અબોલા જીવ પશુ પક્ષી પાણી પીવા આવે છે. હાલ ઉનાળામાં આવી કાળઝાળ ગરમી છે. ત્યારે આ દેશી દારૂની ભઠ્ઠીના કારણે પાણીને પ્રદુષિત કરાયો છે. દેશી દારૂને વધારે નશીલો બનાવવા માટે બુટલેગરો તેમા કેમિકલ મિક્ષણ કરતા હોય છે. આ કેમિકલ વાળું પાણી જે ઝેર સમાન છે. તે જ પાણી ડેમ માં શુદ્ધ પાણીમાં મુકવામાં આવતા ડેમનું શુદ્ધ પાણી ઝેર બની શકે છે. જે પીને અબોલા જીવ પશુ મરી શકે છે. માટે જય ભીમ યુવા ગ્રુપ તેમજ પાયરકા ગ્રામજનો એ આવી ગેર કાનૂની પ્રવુતિ ઉપર વહેલી તકે રોક લગાવાય તેવી માંગ કરી છે.