મેઘપર (બો.)ની સોસાયટીમાં પરિણીતાની છેડતીથી ચકચાર
મેઘપર બોરીચીની એક સોસાયટીમાં મહિલાની એકલતાનો લાભ લઇ ઘરમાં ગયેલા શખ્સે અડપલાં કરી છેડતી કરતાં તેની સામે ગુનો નોંધાયો હતો.સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મેઘપર બોરીચીની એક સોસાયટીમાં રહેનાર 27 વર્ષીય એક પરિણીતા ગત તા. 6-5ના પોતાના ઘરે હતી. તેમના પતિ નોકરીએ ગયા હતા, તે દરમિયાન રાત્રે 10 વાગ્યાના સમયાંતરે તેમના ઘરમાં એક શખ્સ ઘૂસી આવ્યો હતો. આ શખ્સે મહિલાની એકલતાનો લાભ લઇ પ્રેમ સંબંધ રાખવાની માગણી કરી, ખરાબ વર્તન તથા અડપલાં સતામણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પોલીસ મથકે ગુનો દાખલ થયા બાદ પોલીસે આ શખ્સને પકડી પાડયો હતો.