ચેક પરતના કેસમાં આરોપીને ભુજની જ્યુડિશિયલ કોર્ટે એક વર્ષની સાદી કેદની સજા તથા દંડ ફટકારતો ચુકાદો

image-101

copy image

copy image

ચેક પરતના કેસમાં આરોપી વેરસલપરનાને ભુજની જ્યુડિશિયલ કોર્ટે તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા તથા દંડ ફટકારતો ચુકાદો આપ્યો હતો. મળતી માહિતી અનુસાર આરોપી ફરિયાદી પાસેથી મિત્રતાના નાતે રૂા. 2.50 લાખ ઉછીના લીધા હતા, જે પેટે અપાયેલો ચેક પરત ફર્યો હતો. જે અંગે આરોપીને જાણ કરાઈ હતી, પરંતુ કોઈ દરકાર ન લેવાતાં અંતે કોર્ટમાં ધા નખાઈ હતી. અદાલતે બંને પક્ષની દલીલ સાંભળવા સાથે પુરાવાઓ તથા સાક્ષીઓ તપાસ્યા હતા અને આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો. કોર્ટે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા તથા રૂા. 2.25 લાખનો દંડ ફટકાર્યો હતો. જો દંડની રકમ ન ભરે તો વધુ છ માસની કેદ તથા વળતર પેટે રૂા. 2.05 લાખ ચૂકવવા આદેશ કર્યો હતો.