બેન્ટેનાઇટનું ખનન કરી લીઝ બહાર ગેરકાયદેસર સંગ્રહ કરેલ જથ્થો પકડી કાયદેસરની કાર્યવાહી કરતી, LCB પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ગેરકાદેસર થતી ખનીજ ચોરી અટકાવવા માટે સુચના આપેલ.

જે સુચના અનુશંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. દેવજીભાઇ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઇ ગઢવી, સુરજભાઇ વેગડા, લીલાભાઇ દેસાઇ તથા રાજેશભાઇ ગઢવીનાઓ ગઢશીશા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન મુળરાજભાઇ ગઢવીનાઓને બાતમી હકીકત મળેલ કે, “વાંઢ ગામની સીમ વિસ્તારમાં શ્રી આદીનાથ લીઝ ધારકના હોલ્ડર આદિત્ય અશોકભાઇ પરમાર રહે. માંડવી વાળીમાં હાલે બેન્ટોનાઇટ માટી (ખનીજ)નો ખોદકામ ચાલુમાં છે અને સદર બેન્ટોનાઇટ ખનીજ લીઝ બહાર સંગ્રહ કરે છે.* જે હકીકત આધારે તપાસ કરતા બેન્ટોનાઇટ ખનીજ લીઝ બહાર સંગ્રહ કરેલ હોવાની જણાઇ આવતા ખાણ ખનીજ વિભાગ ભુજ નાઓને ટેલીફોનીક સંપર્ક સાધી સ્થળ તપાસણી કરવા સારૂ બોલાવેલ અને ખાણ ખનીજ વિભાગના અધિકારીશ્રી દ્વારા ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલ જથ્થો સીઝ કરી કાયદેસરની કાર્યવાહી માટે તજવીજ કરવામાં આવેલ છે.