પરિવારથી વિખુટી પડેલ કિશોરીનું પરિવાર સાથે સુખદ મિલન કરવાતી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડૉ. વિશ્વા શાહ સાહેબ ભુજ વિભાગ ભુજ નાઓ દ્વારા શરીર સંબધી કે મિલકત સંબધી બનાવો ન બને તે તકેદારી રાખવા તેમજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તકેદારી પેટ્રોલીંગ રાખવા સારૂ સુચના આપેલ હોય..
જે અન્વયે ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે.ના પો.ઇન્સ. શ્રી એ.એમ.હેરમા સાહેબ દ્વારા પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફને પોલીસ સ્ટેશન વિસ્તારમાં જરૂરી તકેદારી રાખવા તથા મહીલાઓ/ સીનીયર સીટીજનો તથા બાળકો પ્રત્યે સંવેદનશીલતા દાખવી તેઓને જરૂરી મદદરૂપ થવા સારૂ તેમજ નાગરીકો દ્વારા મળતી માહિતી બાબતે તાત્કાલિક પ્રત્યુતર આપવા સારૂ સુચના આપેલ જે અન્વયે સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોઇ ભુજ રેલ્વે સ્ટેશનથી એકલી કિશોરી મળી આવતા મહીલા પોલીસની મદદથી તેની પુછપરછ કરતા પોતાના પરિવારથી વિખૂટા પડી ગયેલ હોઇ જેથી તેના વાલીવારસની તપાસ કરી ગુમ થનાર કીશોરી રંજનબેન કાળાજી ડાભી ઉ.વ.૧૯ રહે-ગામ-આંબા હોટલ, તા-દસક્રોઇ જી-અમદાવાદ વાળીને તેની માતા-ગીતાબેન વા/ઓ કાળાજી ડાભી રહે-ગામ-આંબા હોટલ, તા-દસક્રોઇ જી-અમદાવાદ તથા તેના પરિવારના સભ્યોને ભુજ ખાતે બોલાવી સુખદ મિલન કરાવી આપેલ છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ
GUJARAT POLICE
આ સફળ કામગીરી પો.ઇન્સ.શ્રી એ.એમ.હેરમાં સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર બી ડિવીઝન પો.સ્ટેના કર્મચારીઓ દ્વારા આ કામગીરી કરવામાં આવેલ છે.