દેશ ચલાવવો મોદીના હાથની વાત નથી : રાહુલ ગાંધી
copy image

પેટ્રોલનો ઓછો ઉપયોગ કરવાથી માંડીને સોનું નહીં ખરીદવાની અપીલ કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિપક્ષે પ્રહાર કર્યો હતો. મળતી માહિતી અનુસાર કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ આવી અપીલોને નિષ્ફળતા લેખાવતા કરી નાખ્યું હતું કે, હવે દેશ ચલાવવો એ વડાપ્રધાનના હાથની વાત રહી નથી. વડાપ્રધાને 12 વર્ષમાં દેશને એ સ્થિતિમાં લાવી મૂક્યો છે કે, જનતાને શું ખરીદે, શું નહીં તે કહેવું પડી રહ્યું છે, તેવા પ્રહારો રાહુલે કર્યા હતા. બીજીતરફ, સમાજવાદી પક્ષના પ્રમુખ અખિલેશ યાદવે પ્રહાર કર્યા હતા કે, ચૂંટણીઓ પૂરી થઈ કે તરત સરકારને સંકટ યાદ આવ્યું છે. હકીકતમાં દેશ માટે એક જ સંકટ છે, જેનું નામ છે ભાજપ. . કોંગ્રેસ નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે, દેશની આર્થિક સ્થિતિ સત્તાવાર આંકડાઓ, વડાપ્રધાને કરેલા દાવાઓ કરતા વધુ ગંભીર છે. મંત્રીઓ વાયુદળના વિમાનોમાં ઊડીને મોટા કાફલા સાથે યાત્રાઓ કરે છે, તો ત્યાગ શું માત્ર જનતાએ કરવાનો તેવો સવાલ તૃણમૂલ સાંસદ સાકેત ગોયલે કર્યો હતો.