24 કલાકમાં બીજીવાર PM મોદીની દેશવાસીઓને ટકોર – “સોનું ન ખરીદો, પેટ્રોલ-ડીઝલ બચાવો”

હૈદરાબાદ પછી હવે વડોદરાથી વડાપ્રધાનની હાકલ – વર્ક ફ્રોમ હોમ, કાર પુલિંગ અને પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરવા અપીલ
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માત્ર 24 કલાકમાં બીજીવાર દેશની જનતાને મહત્વની અપીલ કરી છે. હૈદરાબાદ બાદ હવે વડોદરાથી સંબોધન કરતાં PM મોદીએ લોકોને સોનું ન ખરીદવા અને ઈંધણ બચાવવા ખાસ હાકલ કરી છે.
PM મોદીની મુખ્ય 5 વાતો:
- ઈંધણ બચાવો: દેશના લોકો બની શકે તેટલું પેટ્રોલ-ડીઝલ બચાવે.
- કાર પુલિંગ કરો: એકલા કાર લઈને ન નીકળો, 4-5 જણા ભેગા થઈને જાવ.
- પબ્લિક ટ્રાન્સપોર્ટ: બસ, ટ્રેન, મેટ્રોનો વધુમાં વધુ ઉપયોગ કરો.
- વર્ક ફ્રોમ હોમ: ઓફિસોમાં વર્ચ્યુઅલ મીટિંગ અને ઘરેથી કામ પર ભાર મૂકો.
- ઓનલાઈન ક્લાસ: સ્કૂલોમાં પણ શક્ય હોય તેટલા વર્ચ્યુઅલ ક્લાસિસની વ્યવસ્થા કરો.
વડાપ્રધાને કહ્યું કે “ઈંધણની બચત એ જ દેશની તાકાત છે”. જ્યારે આપણે પેટ્રોલ બચાવીએ ત્યારે દેશનું વિદેશી હૂંડિયામણ બચે છે અને પર્યાવરણ પણ સુધરે છે.
હવે સવાલ એ છે કે સરકારી કચેરીઓ અને ખાનગી કંપનીઓ PM ની આ અપીલને કેટલી ગંભીરતાથી લેશે?