ટ્રમ્પના ચીન પ્રવાસ વચ્ચે ઈરાને પરમાણુ મંત્રણા માટે તૈયારી બતાવી
copy image

ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ કાર્યક્રમને લઈને ચાલી રહેલો વિવાદ હવે નિર્ણાયક વળાંક પર પહોંચ્યો છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તેની 5 મુખ્ય શરતો પૂરી કરવામાં નહીં આવે, ત્યાં સુધી તે પરમાણુ ડીલ પર કોઈ પણ પ્રકારની ચર્ચાને આગળ નહીં વધારે . મળતી માહિતી અનુસાર, ઈરાનની સૌથી પહેલી અને મોટી શરત એ છે કે તમામ મોરચે ચાલી રહેલા યુદ્ધનો તાત્કાલિક અંત આવે. આ ઉપરાંત, ઈરાને તેના પર લાદવામાં આવેલા તમામ આર્થિક પ્રતિબંધો હટાવવાની અને વિદેશી બેન્કોમાં ફ્રીઝ કરવામાં આવેલી તેની અબજોની સંપત્તિને મુક્ત કરાય તેવી માંગ કરી છે. તેહરાને અમેરિકા સામે એવી પણ માંગણી કરી છે કે યુદ્ધ દરમિયાન ઈરાનને જે કંઈ પણ આર્થિક નુકસાન થયું છે, અમેરિકાએ તેની સંપૂર્ણ ભરપાઈ કરવી પડશે. જોકે, સૌથી મોટો પેચ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ને લઈને ફસાયો છે. ઈરાન ઈચ્છે છે કે આ મહત્ત્વના દરિયાઈ માર્ગ પર તેના સાર્વભૌમ અધિકારને સ્વીકારવામાં આવે. આ એક એવી માંગ છે જેનાથી બંને દેશો વચ્ચે ખેંચતાણ વધી શકે છે, કારણ કે આ રસ્તો વૈશ્વિક ઓઇલ વેપાર માટે અત્યંત મહત્ત્વનો છે.