મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈએ પણ પાળી મોદી સાહેબની શીખ – કાફલો ટૂંકાવીને માત્ર 2 કારમાં પહોંચ્યા રાજુલા, આરોગ્ય મંદિરનું કર્યું લોકાર્પણ”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદેશને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે તરત અમલમાં મૂકી દીધો.

આજે અમરેલી જિલ્લાના રાજુલા ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું આગમન થયું. રાજુલાના નવનિર્મિત મહાત્મા આરોગ્ય મંદિરના લોકાર્પણ માટે મુખ્યમંત્રી પહોંચ્યા ત્યારે બધાની નજર તેમના કાફલા પર જ ટકેલી રહી.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ માત્ર 2 જ કારમાં હોસ્પિટલે પહોંચ્યા. મુખ્યમંત્રીએ પોતાનો કોન્વે કાફલો ટૂંકાવી નાખ્યો. સિક્યુરિટી અને અન્ય મળીને કુલ 3 જ વાહનમાં મુખ્યમંત્રી લોકાર્પણ સ્થળે પહોંચ્યા.

પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા સંચાલિત આ મલ્ટીસ્પેશિયલિસ્ટ હોસ્પિટલનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું. આ પ્રસંગે અમરેલી સાંસદ ભરત સુતરીયા, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, મહેશ કસવાળા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ખાસ વાત એ રહી કે લોક સાહિત્યકાર માયાભાઈ આહિર અને સાંઈરામ દવેની પણ વિશેષ ઉપસ્થિતિ જોવા મળી.

મુખ્યમંત્રીએ સાદગીથી દાખલો બેસાડ્યો કે નેતા પ્રજાનો સેવક છે, રાજા નથી. મોટા કાફલા, હોર્નના અવાજ અને ટ્રાફિક જામ કરાવ્યા વગર પણ કામ થઈ શકે છે.