હવે હુમલો કર્યો તો પરમાણુ..’: ઈરાને અમેરિકા અને ઈઝરાયલને આપી આકરી ચેતવણી

image-155

copy image

copy image

અમેરિકા ઈરાન વચ્ચે હવે યુદ્ધ વિરામ ફક્ત નામ પૂરતો રહ્યો છે. ગમે ત્યારે ફરી યુદ્ધ શરૂ થઈ શકે તેમ છે તેવામાં હવે ઈરાની સંસદના પ્રવક્તાએ અમેરિકાને ધમકી આપી છે.  ઈરાની સંસદના પ્રવક્તા ઇબ્રાહિમ રેઝાઈએ મંગળવારે જણાવ્યું હતું કે જો ઈરાન પર ફરીથી હુમલો થશે, તો દેશ યુરેનિયમને 90% સુધી શુદ્ધ કરી શકે છે. 90% સ્તરના સંવર્ધિત યુરેનિયમને પરમાણુ હથિયાર માટે યોગ્ય માનવામાં આવે છે.  બીજી તરફ સંસદની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ આયોગના પ્રવક્તા રેઝાઈએ સોશિયલ મીડિયા પર લખ્યું, ‘જો ફરીથી હુમલો થાય છે, તો ઈરાન 90% સંવર્ધન પણ કરી શકે છે. આ અંગે સંસદમાં સમીક્ષા કરવામાં આવશે.’ પરમાણુ મુદ્દો બંને પક્ષો વચ્ચે સૌથી મોટો વિવાદ બનેલો છે. ઈરાન ઈચ્છે છે કે પરમાણુ મુદ્દાઓ પર પછીથી ચર્ચા થાય, જ્યારે અમેરિકા માંગ કરી રહ્યું છે કે ઈરાન પોતાના ઉચ્ચ સંવર્ધિત યુરેનિયમ ભંડારને દેશની બહાર મોકલે અને સ્થાનિક સ્તરે યુરેનિયમ સંવર્ધન છોડી દે.