રાપરમાં એક આધેડનાં ઘરમાં ઘૂસી રૂા. 2,51,600ની મતાની લૂંટ

copy image

copy image

રાપરમાં વાઘેલાવાસ રામ મંદિરની બાજુમાં રહેતા એક આધેડનાં ઘરમાં ઘૂસી બુકાનીધારી અને હેલ્મેટ પહેરીને આવેલા ત્રણ લૂંટારુએ છરીની અણીએ રોકડ રકમ, દાગીના એમ કુલ રૂા. 2,51,600ની મતાની લૂંટ કરી નાસી ગયા હતા. લૂંટના બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રાપરના વાઘેલાવાસ રામ મંદિરની બાજુમાં રહેતા આધેડનાં ઘરમાં ગત રાત્રે આ બનાવ બન્યો હતો.આધેડ ડેલીમાં પલંગ રાખી ત્યાં જ સૂઇ ગયા હતા, ત્યારે દોઢેક વાગ્યે કોઇએ તેમને જગાડતાં તે જાગી ગયા હતા. ત્યારે ત્યાં 20થી 30 વર્ષીય ત્રણ અજાણ્યા શખ્સ નજરે પડયા હતા. આ શખ્સોએ ગુજરાતીમાં ગાળો આપી આધેડની ગરદન ઉપર છરી રાખી મોઢે ડૂમો આપી દીધો હતો અને જે હોય તે કાઢી દેવાનું કહ્યું હતું. આધેડ છોડાવવા જતાં તેમના હાથમાં છરીનો ઘસરકો થયો હતો. આ શખ્સોએ મુક્કા મારી તેમણે હાથમાં પહેરેલી સોનાની પાંચ વીંટી, ચાંદીની લકી તથા મોબાઇલ અને રોકડ  રૂા. 20,000ની લૂંટ કરી હતી અને દોડીને ડેલી ખોલી નાસી ગયા હતા. બનાવની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે