સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે આજે ભુજમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે આજે ભુજમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોજાયેલી આ વિશાળ તિરંગા યાત્રા ભુજના જ્યુબિલી સર્કલથી શરૂ થઈ હમીરસર તળાવ સુધી પહોંચી હતી.સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે આજે ભુજમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોજાયેલી આ વિશાળ તિરંગા યાત્રા ભુજના જ્યુબિલી સર્કલથી શરૂ થઈ હમીરસર તળાવ સુધી પહોંચી હતી. ભુજ ખાતે આયોજિત તિરંગા યાત્રામાં ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વરચંદ સહિતના આગેવાનો જોડાયા હતા. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ યાત્રામાં જોડાયા હતા, જેમાં વિદ્યાર્થીઓ વિવિધ વેશભૂષામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
આ ઉપરાંત આર્મી, BSF, પોલીસ અને હોમગાર્ડના જવાનો પણ તિરંગા યાત્રામાં જોડાયા હતા. સમગ્ર યાત્રા દરમિયાન હાથમાં તિરંગા સાથે દેશભક્તિના નારા ગુંજ્યા હતા અને સમગ્ર રૂટ પર દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો…