મીઠી રોહરની સીમમાં એક કારમાંથી પોલીસે રૂા. 1,00,000નો અંગ્રેજી શરાબનો ઝડપાયો
copy image

મીઠી રોહરની સીમમાં એક કારમાંથી પોલીસે રૂા. 1,00,000નો અંગ્રેજી શરાબનો જથ્થો જપ્ત કર્યો હતો પણ આરોપી નાસિ ગયો હતો.સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર શહેરના કાર્ગો સર્વિસ રોડ બાજુથી આવતી નંબર પ્લેટ વગરની કારમાં દારૂ હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે ગુડકો સાઇટ પુલિયા નીચે વોચ ગોઠવી હતી કારને રોકાવવા જતા કારચાલકે વાહન હંકારી દીધું હતું. પોલીસે તેનો પીછોકરતાં જોશી પુલીયાની નીચે ઉતરી યુટર્ન મારી મીઠી રોહર બાજુ કાર લઇ ગયો હતો. લક્ષ્મી બેન્શાની બાજુમાં બાવળની ઝાડીમાં કાર મૂકી ચાવી રાખી આરોપી ફરાર થઈ ગયો હતો. આ કારમાંથી પોલીસે 8 પી.એમ.ના 180 મીલીના 672, ગ્રીન લેબલના 192 એમ કુલ્લ 864 કવાર્ટરીયા કિંમત રૂા. 1,08,000નો શરાબ જપ્ત કરવામાં આવ્યો હતો. આ દારૂ કયાંથી આવ્યો હતો ? અને કોને આપવાનો હતો તે માટે આરોપીને પકડી પાડવા પોલીસે આગળની તપાસ આદરી છે.