વૃધ્ધ મહિલાને પોલીસ કેશના નામે ડરાવી, ધમકાવી ઓનલાઈન છેતરપીંડી ના કેશમા રૂ. ૪૬,૯૫,૯૧૭/- ફરિયાદીને તેમના ખાતામાં પરત અપાવતી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, ભુજ-કચ્છ
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્રારા સાયબર ક્રાઇમના ગુન્હા અટકાવવા તથા ભોગ બનનાર ના નાણા પરત અપાવવા અંગેની સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ.
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, ભુજ-કચ્છ ખાતે ગુ.૨.નં.૧૧૨૦૫૦૪૬૨૬૦૦૦૪/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા- ૨૦૨૩ ની કલમ – ૩૧૮(૪), ૩૧૯, ૩૦૮(૬),૩૩૬(૩),૧૨૭(૨),૧૨૭(૪) તથા આઇ.ટી.એકટ 99(સી),૬૬(ડી) મુજબનો ગુનો તા.૨૫/૦૧/૨૦૬ ના ક.૧૯/૪૫ વાગ્યે દાખલ કરવામાં આવેલ આ કામેની ટુક હકીકત એવી છે કે, ફરીયાદીને અજાણ્યા મોબાઇલ નંબર ધારકો – +૯૧ ૯૪૦૯૧૫૬૯૭૬, +૯૧ ૬૦૨૬૪૮૪૧૭૫, વાળાઓએ છેતરપીંડી કરવાના ઇરાદે કોલાબા પોલીસ સ્ટેશન મુંબઇ શહેરના અધિકારી તથા ‘TRAI ડિપાર્ટમેન્ટ તરફથી હોવાથી પોતાની ખોટી ઓળખ આપી, ફરીયાદીના નામે સિમ કાર્ડ તથા બેંક એકાઉન્ટ ખોલાવામાં આવેલ હોય અને ફરીયાદીની વિરૂધ્ધ મની લોડરીંગના કેશ થયેલ હોવાનુ જણાવી અરેસ્ટ વોરંટ તથા સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડીયાના સિકકા વાળા કોર્ટના હુકમો ધ્વારા મોકલાવેલ અને તેમાંથી બચવા માટે જો હુ પોલીસ તપાસમાં મદદરૂપ થઇશ તો ફરીયાદીનો બચાવ કરશે તેવી લાલચ આપી ફરીયાદીને વિશ્વવાસમાં લઇ પોલીસ તપાસના બહાને મને કોલબા પોલીસ સ્ટેશન મુંબઇ શહેરના નામે મોબાઇલમાં કેમેરા સામે ઓનલાઇન વિડીયો કોલ ચાલુ રાખી સતત ડીજીટલ એરેસ્ટ કરી અટકાયત કરી માનસીક ત્રાસ આપી કુલે રૂપિયા ૮૩,૪૪,૦૪૭/- કઢાવી લઇ ફરીયાદી ઇલેકટોનીક માધ્યમ ધ્વારા ઓનલાઇન નાણાકીય છેતરપીંડી થયેલ.
જે અનુંસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ભુજની ટીમ દ્વારા સર્તકતા દાખવી તાત્કાલીક એકસન લઇ ટેકનીકલ એનાલીસીસના આધારે ભોગ બનનારના ઓનલાઇન ફ્રોર્ડમા ગયેલ રૂ. ૪૬,૯૫,૯૧૭/- ફરિયાદીના બેંક એકાઉન્ટમા પરત મેળવી આપેલ છે અને આગળની તપાસ ચાલુમાં છે આ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર સુ.શ્રી કે. એમ. રાઠોડ તેમજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ભુજ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
- જાહેર જનતાને અપીલ *
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા જણાવવામાં આવે છે કે આવી રીતે ડીજીટલ અરેસ્ટના નામે કોઇ તમને રેગ્યુલર કોલ અથવા તો વોટ્સએપ મારફતે ધમકાવે કે ડરાવે તો આવા ફોનનો જવાબ આપવો નહી જરૂર જણાય તો નજીકના પોલીસ સ્ટેશનો સંપર્ક શાધવો. તેમજ આપની જાણ માટે કે કોઇપણ કાયદામાં ડીજીટલ અરેસ્ટની જોગવાઇ નથી આ ફક્ત ભોગ બનનારને ડરાવી ધમકાવી પૈસા પડાવવા માટે સાયબર ઠગો દ્વારા ગોઠવવામાં આવેલ ચાલ છે તેની તકેદારી રાખવી આવા કીસ્સામાં આપ નાણાકીય છેતરપીંડીનો ભોગ બની શકો છો.