કોપરના વાયર ચોરીનો ભેદ ઉકેલી ૬,૯૦,૦૦૦ના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને પકડી પાડતી lcb પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.
જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી જે સુચના મુજબ એ.એસ.આઇ. નિલેશભાઇ ભટ્ટ, અનિરુધ્ધસિંહ રાઠોડ, સુનીલભાઇ પરમાર તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવી, જીવરાજભાઇ ગઢવી, લાખાભાઇ રબારી તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇ ગઢવી, વિરમભાઇ ગઢવીનાઓ ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે. વિસ્તારમાં આધુનીક કિટ સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ફરતા-ફરતા મિરજાપર પોલીસ ચોકી પાસે પહોચતા જીવરાજભાઇ ગઢવી તથા શક્તિસિંહ ગઢવીનાઓને સંયુક્ત અને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, “ફિરોઝ અજીજ પઠાણ તથા સલીમ રમજુ સોઢા રહે બન્ને ભુજ વાળાઓ તેના કબ્જા ભોગવાટાની એક સફેદ કલરની બલેનો કાર તથા એક લોડીગ મહિન્દ્રા કંપનીનું જીતોમાં કોપરના વાયરો ભરી સફેદ કલરની બલેનો વડે તેનું પાયલોટીંગ કરી રહેલ છે અને તેઓના મળતીયા જે લોડીંગ ગાડીમાં કોપરના વાયરો ભરી આવે છે તે ચોરી કે છળકપટથી મેળવેલ છે અને તેઓ આ કોપર વાયરો સગેવગે કરવા માટે તે ભુજ તરફ આવી રહ્યા છે તેવી સચોટ અને ભરોસાપાત્ર બાતમી હકીકત મળેલ.” જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા ચાર ઇસમો મળી આવેલ અને તેમના કબ્જાના વાહનના પાછળના ભાગે પ્લાસ્ટીકના કોથળા પડેલ હોય જે બાબતે મજકુર ઇસમો પાસે રહેલ સામાન બાબતે કોઇ આધાર પુરાવા કે બીલ બાબતે પુછતા નહી હોવાની હકીકત જણાવેલ જેથી મજકુર ઇસમના કબ્જામાંથી મળી આવેલ મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી મજકુર ઇસમને બી.એન.એસ.એસ. કલમ- ૩૫(૧)ઇ મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
કબ્જે કરેલ કુલ્લે મુદ્દામાલ (કિ.રૂ. ૬,૯૦,૦૦૦/-)
- કોપરના વાયરોના ગુચડા ભરેલ કોથળા નંગ ૦૬ વજન આશરે ૧૮૦ કી.ગ્રા. કિ.રૂ. ૯૦,૦00/-
- મહીન્દ્રા કંપનીનો જીતો ગાડી જેના રજી. નંબર GJ-05-BX-6462 જેની કી.રૂ. ૧,૦૦,૦૦૦/-
- સુઝુકી કંપની બલેનો ગાડી જેના રજી. નંબર GJ-12-FF-5407 જેની કી.રૂ. ૫,૦૦,000/-
પકડાયેલ ઇસમ
- ઇમ્તીયાઝ સુલેમાન સંગાર ઉ.વ. ૩૨ ધંધો મજુરી રહે આશાપુરા નગર ઇકરા સ્કુલની બાજુમાં ભુજ
- સલીમ રમજુ સોઢા ઉ.વ ૩૫ ધંધો મજુરી રહે રહીમ નગર ઉસમાની મસ્જીદ પાછળ ભુજ
- ફીરોઝ ઉર્ફે કારો અજીજ પઠાણ ઉ.વ. ૨૪ ધંધો મજુરી રહે મુળ કેરા તા. ભુજ રહે હાલે અમનનગર ચોકડી
પાસે ભુજ
- મહજ ઉર્ફે મજીદ જુસબ ગગડા ઉ.વ. ૨૪ ધંધો મજુરી રહે નાના વરનોરા તા.ભુજ
- નીચે મુજબનો વણશોધાયેલ ગુનો શોધી કાઢેલ
- નખત્રાણા પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુ.ર.ન. ૦૫૨૩/૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ
૩૦૩(૨) મુજબ
સલીમ રમજુ સોઢાનો ગુનાહીત ઇતીહાસ
- ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં.૦૨૭૫/૨૦૨૦ IPC કલમ ૧૮૮,૫૦૩,૧૩૯ મુજબ
- પ્રાગપર પો.સ્ટે. ગુ.ર.નં.૦૨૭૬/૨૦૨૩ IPC કલમ ૧૧૪.૩૭૯,૪૭ મુજબ
- ફીરોઝ ઉર્ફે કારો અજીજ પઠાણનો ગુનાહીત ઇતીહાસ
- ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં.૦૦૪૯/૨૦૧૭ IPC કલમ ૧૧૪,૩૭૯,૫૧૧ મુજબ
- ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં.૦૦૫૦/૨૦૧૭ IPC કલમ ૩૫૬,૩૭૯ મુજબ
- ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં.૦૦૫૧/૨૦૧૭ IPC કલમ ૧૧૪,૩૫૬,૩૭૯ મુજબ
માનકુવા પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૦૮/૨૦૨૦ IPC કલમ ૫૦૩,૧૦૨ મુજબ
નખત્રાણાસ્માર્ટ પોલીસ સ્ટેશન