Delhi હાઈકોર્ટનો Google-Appleને આદેશ: પોર્નોગ્રાફિક, ક્રાઇમ અને ગેરકાયદેસર કન્ટેન્ટ એપ્સ હટાવો

copy image

copy image

બાર એન્ડ બેન્ચ અનુસાર દિલ્હી હાઈકોર્ટે ટેક કંપનીઓ Google અને Appleને પોર્નોગ્રાફિક, ક્રાઇમ અને ગેરકાયદેસર કન્ટેન્ટ આપતી મોબાઇલ એપ્સ સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. પ્રથિમક વિગતો અનુસાર આ આદેશ રૂબિકા થાપા દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિત અરજી (PIL) બાદ આપવામાં આવ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને ન્યાયમૂર્તિ તેજસ કારિયાની ડિવિઝન બેન્ચે ભારપૂર્વક જણાવ્યું કે Google અને Apple જેવી મધ્યસ્થ કંપનીઓ આ વિશે કોઈ પણ પગલું ન ઉપાડે એ નહીં ચાલે. કોર્ટે Google, Apple અને ભારત સરકારને આગામી જુલાઈમાં નિર્ધારિત સુનાવણી પહેલાં કરવામાં આવેલી કાર્યવાહીનો રિપોર્ટ રજૂ કરવા પણ કહ્યું છે. આ પગલું દર્શાવે છે કે કોર્ટે એપ પ્લેટફોર્મ પરના તમામ કન્ટેન્ટ પર નિયંત્રણ રાખવા માટે ટેક કંપનીઓની જવાબદારી નક્કી કરવા માટે કડક વલણ અપનાવ્યું છે