ભચાઉના ફૂલવાડી વિસ્તારમાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો

copy image

copy image

ભચાઉના ફૂલવાડી વિસ્તારમાં મકાનની બહાર મોબાઇલ ઉપર આઇ.પી.એલ. ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા શખ્સને પોલીસે પકડી પાડ્યો હતો . આ પ્રકરણમાં અન્ય ચાર શખ્સોનાં નામ જાહેર થયાં હતાં.સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ભચાઉના વર્ધમાનનગરમાં રહેનાર શખ્સ પોતાના ફૂલવાડી વિસ્તારમાં આવેલા મકાનની બહાર ઓટલા પર બેસીને ક્રિકેટનો સટ્ટો રમી રહ્યો હતો. આ અંગે પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે અહીં છાપો મારી શખ્સને દબોચી લીધો હતો. તે મોબાઇલ ઉપર સી.આર.ઇ.એક્સ. નામની એપ્લિકેશન થકી આઇપીએલની રોયલ ચેલેન્જર્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સની મેચ પર સટ્ટો રમી રહ્યો હતો. આ શખ્સ પાસેથી એક ડાયરી જપ્ત કરવામાં આવી હતી. જેમાં બીજા ચાર શખ્સના નામો લખેલ હતા. પકડાયેલા આરોપી પાસેથી મોબાઇલ, ડાયરી, પેન, રોકડ રકમ મળીને કુલ રૂા. 20,100નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.