ભુજ તાલુકાના માધાપરમાં લગ્નની લાલચ આપી પરિણીતા સાથે દુષ્કર્મ આચરવાના મામલે પોલીસ મથકે ફરિયાદ
copy image

ભુજ તાલુકાના માધાપરમાં લગ્નની લાલચ આપી પરિણીતા સાથે દુષ્કર્મ આચરવાના મામલે માધાપર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાઇ હતી. પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર,ત્રણ વર્ષ અગાઉ માધાપરમાં રહેતી પરિણીતાને ઈન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી મિત્રતા કેળવનારા આરોપીએ લગ્નની લાલચ આપી પીડિતાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ લગ્નની લાલચ આપી ભોગ બનનારી પરિણીતાને પોતાની કારમાં સાથે આવેલા આરોપી સાથે બિકાનેર લઈ જઈ ત્યાં મૂકી આવ્યો હતો. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.