અંજારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા
copy image

અંજાર નગરપાલિકા કચેરી સામે કોળીવાસમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સને પોલીસે દબોચી લઇ રોકડ રૂા. 10,100 જપ્ત કર્યા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અંજાર પાલિકા કચેરી સામે આવેલા કોળીવાસમાં પોલીસે છાપો માર્યો હતો. અહીં ખુલ્લામાં ગંજીપાના વડે જુગાર રમતાપાંચ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 10,100 તથા ત્રણ મોબાઇલ એમ કુલ રૂા. 40,100નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.