ચોરીના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશ રાજયના ધાર જીલ્લામાંથી પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ પશ્ચિમ કચ્છ-ભુજ

મુંદરા પો.સ્ટે.ના આશિયાના ટાઉનશીપમાં ૨૦,૭૮,૦૦૦/- હજાર જેટલી માતબર રૂપીયાની ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશ રાજયના ધાર જીલ્લામાંથી પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ પશ્ચિમ કચ્છ-ભુજ
બોર્ડર રેંન્જ આઇ.જી.પી.શ્રી ચિરાગ કોરડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્રારા પેરોલ, ફર્લો, વચગાળા જામીન ફરારી, જેલ ફરારી તથા નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામા આવેલ.
જે સુચના અનુસંધાને પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ-ભુજનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કોડ, પશ્ચિમ કચ્છ ભુજ દ્રારા રાજસ્થાન, હરિયાણા તથા મધ્યપ્રદેશ રાજયમાં નાસતા ફરતા આરોપીઓ શોધવા અલગ અલગ ટીમોની રચના કરવામા આવેલ જે અન્વયે પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એલ.વાઘેલાનાઓ સાથે પેરોલ ફર્લો સ્કોડના પો.હેડ.કોન્સ. કનકસિંહ ગોહિલ તથા ભુપેન્દ્રસિંહ ઝાલા તથા બલવંતસિંહ જાડેજાનાઓ મધ્યપ્રદેશ રાજયમા નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા. તે દરમ્યાન હ્યુમન સોર્સીસથી બાતમી હકિકત મળેલ કે,
મુંદરા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં ૧૨૩૬/૨૦૨૨ IPC ૩૮૦,૪૫૭,૧૧૪ મુજબના ગુના કામે ધરપકડથી બચવા નાસતો ફરતો આરોપી છગન નાનસીંગ ઉર્ફે માનસીંગ મેડા, રહે. બગોલી, તા. કુકશી થાના ટાંડા જી. ધારા મધ્યપ્રદેશવાળો ટાંડા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ ડુંગરાળ વિસ્તારોમાં પોતાના ઘરે હાજર હોવાની માહિતી મળતા તેના રહેણાંકે જઇ કોર્ડન કરી તપાસ કરતા ઉપરોક્ત આરોપી હાજર મળી આવતા તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે મુંદરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામા આવેલ છે.
ઉપરોકત કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એલ.વાઘેલાનાઓ સાથે એ.એસ.આઇ. હરિલાલ આર. બારોટ તથા પો.હેડ.કોન્સ. કનકસિંહ ગોહિલ તથા ભુપેન્દ્રસિંહ ઝાલા તથા બલવંતસિંહ જાડેજાનાઓ જોડાયેલ હતા.