મોદીના 5 દેશોના પ્રવાસનો બીજો દિવસ:યુએઈનો પ્રવાસ પૂર્ણ બાદ નેધરલેન્ડ પહોંચ્યા

image-193

copy image

copy image

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસનો આજે બીજો દિવસ છે. યુએઈનો પ્રવાસ પૂર્ણ બાદ નેધરલેન્ડ પહોંચ્યા છે. મળતી માહિતી અનુસાર નેધરલેન્ડના એરપોર્ટ પર વડાપ્રધાનનું પરંપરાગત અને ઉષ્માભર્યંત સ્વાગત કરવામાં આવ્યું . વડાપ્રધાનના આગમનને લઈને ત્યાં વસતા પ્રવાસી ભારતીયોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. મોદી.. મોદીના નારા અને ત્રિરંગા ઝંડા સાથે ભારતીય સમુદાયે વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કર્યું. વડાપ્રધાનનો આ પ્રવાસ આર્થિક અને વ્યૂહાત્મક દ્રષ્ટિએ ખૂબ જ નિર્ણાયક છે. પોતાની આ મુલાકાત દરમિયાન પીએમ મોદી નેધરલેન્ડના ટોચના નેતાઓ, ત્યાંના વડાપ્રધાન તેમજ અગ્રણી વૈશ્વિક કંપનીઓના સીઈઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજવાના છે. આ બેઠકોનો મુખ્ય હેતુ બંને દેશો વચ્ચે વેપાર, ડિજિટલ ટેકનોલોજી અને પરસ્પર રોકાણને પ્રોત્સાહન આપવાનો છે. વડાપ્રધાનના નેધનરલેન્ડ પ્રવાસ દરમિયાન પૂર નિયંત્રણ, સ્વચ્છ પાણીની ટેક્નોલોજી અને સ્માર્ટ એગ્રીકલ્ચર જેવા વિષયો પર મહત્વના કરારો થવાની સંભાવના છે, જે ભારતના ગ્રામીણ અને શહેરી વિકાસમાં માઇલસ્ટોન સાબિત થશે. ભારત સાથે નેધરલેન્ડ પર કૃષિ ક્ષેત્રે ટોચનું સ્થાન ધરાવે છે તેથી મોદીની આ મુલાકાતથી આવનારા સમયમાં ભારત અને નેધરલેન્ડના સંબંધો વધુ ગાઢ બનશે અને વૈશ્વિક મંચ પર ભારતની શાખ વધુ મજબૂત થશે.