ચીન તરફથી મળેલા સ્મૃતિચિહ્નો અને મોબાઈલ ફોન કચરામાં ફેંક્યા;ટ્રમ્પે જિનપિંગનું અપમાન કર્યું!

copy image

copy image

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની ટીમ ચીનનો બે દિવસનો હાઈ-પ્રોફાઈલ પ્રવાસ પૂરો કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે બેજિંગ એરપોર્ટ પર એક અભૂતપૂર્વ ઘટના ઘટી છે. વ્હાઇટ હાઉસના સત્તાવાર અહેવાલો અને ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, અમેરિકન પ્રતિનિધિમંડળે એરફોર્સ વનમાં બેસતા પહેલાં ચીન તરફથી સત્તાવાર રીતે મળેલી તમામ ગિફ્ટ્સ, ઓળખપત્રો અને સ્મૃતિચિહ્નોને એરપોર્ટ પર સીડીઓ પાસે રાખેલી કચરાપેટીમાં ફેંકી દીધા હતા. અહેવાલો અનુસાર, અમેરિકન સુરક્ષા એજન્સીઓને ચીન તરફથી મળતી ભેટો અને ઇલેક્ટ્રોનિક્સ સાધનો દ્વારા જાસૂસી અથવા ડેટા ટ્રેકિંગ થવાનો ભારે ડર હતો. આ પ્રવાસ માટે અમેરિકન અધિકારીઓ પોતાના અંગત મોબાઈલ કે લેપટોપ ઘેર જ મૂકીને આવ્યા હતા અને ચીનમાં માત્ર અસ્થાયી ‘ક્લીન બર્નર ફોન’ વાપરતા હતા. વ્હાઇટ હાઉસના આદેશ મુજબ, ચીનમાં બનેલી અથવા ત્યાંથી મળેલી કોઈ પણ વસ્તુને રાષ્ટ્રપતિના વિમાનમાં લઈ જવાની મનાઈ હોવાથી, કરોડો રૂપિયાના મોબાઈલ ફોન, બેજ, લેપલ પિન અને અન્ય ભેટો કચરાના ડબ્બા ભેગી કરી દેવાઈ હતી. જો કે આ ઘટનાને ચીનના સરેઆમ અપમાન તરીકે દેખાઈ રહી છે. રિપોર્ટ અનુસાર, આ પ્રવાસ દરમિયાન કૂટનીતિક સંબંધો સુધારવાના દાવા વચ્ચે પડદા પાછળ ભારે તણાવ હતો. .