જવાહરનગર ગામની સીમ માંથી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી પધ્ધર પોલીસ “

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયાસાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ-ભુજ અને શ્રી ડો.વિશ્વા શાહ સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક, ભુજ વિભાગ, ભુજના માર્ગદર્શન અને સૂચના અનુસંધાને જિલ્લામાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાબૂદ કરવા કડક સુચનાઓ આપવામાં આપેલ.
જે અનુસંધાને પધ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.ડી. ખાંટ દ્વારા ઉપરોક્ત આદેશ મુજબ પધ્ધર પોલીસ સ્ટેશનના કર્મચારીઓની અલગ-અલગ ટીમો રચના કરી તેઓને જરૂરી સુચનાઓ તેમજ માર્ગદર્શન આપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન તથા જુગાર સંબંધિત ગુનાઓ શોધી કાઢવા તથા રોકવા માટે અસરકારક કાર્યવાહી કરવા સ્પષ્ટ દિશાનિર્દેશ આપવામાં આવ્યા હતા. આ સૂચનાઓના અનુસંધાને પોલીસ ટીમોએ સતર્કતા અને વ્યવસ્થિત આયોજન સાથે કામગીરી હાથ ધરી હતી. તે દરમ્યાન પધ્ધર પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ અશ્વિનભાઇ પી.સોલંકીને બાતમી હકિકત મળેલ હતી કે, જવાહરનગર ગામની પુર્વ બાજુએ ખીરસરા ગામ તરફ જતા રસ્તાથી અમુક ઇસમો ધાણી પાસા વડે રૂપિયાની હારજીતનો જુગાર રમે છે. જેથી આ બાબતી હકિકત અંગે તુર્તજ વર્કઆઉટ કરતા સ્થળ પરથી જુગાર રમતા ઈસમોને કબ્જે લઈ તેમની પાસેથી રોકડ રકમ તથા જુગારના સાધનો સહિતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપીઓ સામે
કામગીરીમાં સહભાગી પોલીસ અધિકારીશ્રી અને કર્મચારીઓ:-
આ કામગીરીમાં પધ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એ.ડી.ખાંટનાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. અશ્વિનભાઈ સોલંકી તથા પો.હેડ કોન્સ. ભાર્ગવભાઇ ચૌધરી તથા નરેશભાઇ ચૌધરી તથા સુરેશભાઇ કુંભાર તથા પો.કોન્સ. પ્રતાપજી ઠાકોર તથા વિનોદભાઇ ચૌધરી દિવ્યેશભાઈ તથા હાર્દીકભાઈ નાઓ જોડાયેલ હતા.