અજરખપુર ગામે થયેલ ઘરફોટ ચોરીમાં ગયેલ રોકડા રૂપીયા ૨.૭૦,૦૦૦/-ના ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી તેની પાસેથી મુદ્દામાલ કબજે કરતી પધ્ધર પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ-ભુજ અને શ્રી ડો.વિશ્વા શાહ સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક, ભુજ વિભાગ, ભુજના માર્ગદર્શન અને સૂચના અનુસંધાને કચ્છ-ભુજ જીલ્લામાં મીલ્કત સબંધી ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ બનેલ ગુન્હાઓને ઝડપી શોધી કાઢવા માટે અસરકારક કામગીરી હાથ ધરવા સુચનાઓ આપવામાં આવેલ.
જે અનુસંધાને પધ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.ડી. ખાંટ દ્વારા ઉપરોક્ત સુચનાઓ અનુંસધાને સ્ટાફને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપવામાં આવેલ હતી જે અન્વયે ગઈ તારીખના રોજ એક ફરીયાદી પોલીસ સ્ટેશન આવી ફરીયાદ લખાવેલ કે, પોતાની લાડકી દિકરીના લગ્ન પ્રસંગના ખર્ચ માટે વર્ષોની મહેનત અને આજીવન જમા કરેલ પુંજીરૂપે રાખેલ રૂપીયા ૨,૭૦,૦૦૦/- તેમના રહેણાંક મકાનમાં આવેલા કબાટનું લોક તોડી કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયેલ છે. દિકરીના લગ્ન જેવા શુભ પ્રસંગમાં ખર્ચ કરવા સારૂ સાચવી રાખેલ જીવનભરની બચત ચોરી થઈ જતાં આ અંગે પોલીસ ઇન્સ્પેકટર એ.ડી.ખાંડ આ વણશોધાયેલ ગુન્હો શોધી કાઢવા તથા આરોપીને ઝડપવા માટે અલગ- અલગ ટીમોની રચના કરી આયોજનબધ્ધ ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજની ચકાસણી તેમજ
માનવ સૂત્રોના આધારે સઘન અને જીણવટભરી તપાસ કરવામાં આવી રહેલ હતી તે દરમ્યાન પધ્ધર પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. કૃષ્ણદેવસિંહ ગોહિલ તથા પરમવિરસિંહ ઝાલાનાઓને સયુકત રીતે બાતમી હકિકત મળેલ આધારે ઉપરોક્ત ચોરી કરનાર ઈસમને શોધી કાઢી તેની પાસેથી ચોરીના રોકડા રૂપીયા ૨,૭૦,૦૦૦/- કબજે કરી વણશોધાયેલ ગુન્હો સફળતાપૂર્વક શોધી કાઢવામાં આવ્યો છે.
- ધરફોડ ચોરીમાં સંડોવાયેલ આરોપીઓ નામઃ-
(૧) દિનેશ અરજણભાઈ માંતગ ઉ.વ. ૨૯ રહે. જુનાવાસ માધાપર તા.ભુજ
(૨) વિજય માલશીભાઈ આયડી રહે.રામ મંદીર વિસ્તાર માધાપર તા.ભુજ
કબ્જે કરેલ મુદ્દામાલ કિમત રૂપીયા ૩,૦૦,૦૦૦/-
(૧) રોકડા રૂપીયા ૨,૭૦,૦૦૦/-
(૨) મોબાઈલ ફોન નંગ- ૧ કિ.રૂા. ૫૦૦૦/-
(3) એકસેસ ટુ-વ્હીલર -૧ કિ.રૂા. २५,०००/-
કામગીરીમાં સહભાગી પોલીસ અધિકારીશ્રી અને કર્મચારીઓ:-
આ કામગીરીમાં પધ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર શ્રી એ.ડી.ખાંટનાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. કૃષ્ણદેવસિંહ ગોહિલ તથા રામસંગજી સોઢા તથા વિરેન્દ્રસિંહ પરમાર તથા પો.હેઙકોન્સ. પરમવિરસિંહ ઝાલા, વિનોદભાઈ વસાવા, ભાવેશભાઈ ગેલોત તથા પો.કોન્સ. શિવભદ્રસિંહ રાણા નાઓ જોડાયેલ હતા.