ભુજ તાલુકાના અજરખપુરમાં ધોળા દિવસે કબાટનું તાળું તોડી રોકડ રૂા. 2,70,000ની ચોરી

copy image

copy image

ભુજ તાલુકાના અજરખપુરમાં ધોળા દિવસે કબાટનું તાળું તોડી રોકડ રૂા. 2,70,000ની ચોરી થયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી અને ગણતરીના કલાકોમાં જ પદ્ધર પોલીસે માધાપરના બે શખ્સને રકમસાથે ઝડપી ચોરીનો ભેદ ઉકેલ્યો હતો. તા. 15-5ના બપોરે બેથી સાંજે ચાર વાગ્યાના અરસામાં ધોળા દિવસે થયેલી આ ચોરી અંગે પદ્ધર પોલીસ મથકે, નોંધાવેલી ફરિયાદ અનુસાર ગત તા. 11-5ના તેમની દીકરીના લગ્ન હતાં. લગ્ન ખર્ચ માટે ઘરે રોકડા ચાર લાખ હતા અને બેન્કમાંથી ટુકડે-ટુકડે ત્રણ લાખ ઉપાડયા હતા. 4.30 લાખ લગ્નખર્ચ માટે અલગ-અલગ જગ્યાએ વાપર્યા હતા. બાકીના રૂા. 2.70 લાખ જૂના ઘરના કબાટની અંદર રાખ્યા હતા. તા.15-5ના બપોરે પત્ની સામે નવાં મકાનમાં કપડાં રાખવા અને સૂવા ગયા હતા. ઘરમાં પુત્ર અને પુત્રવધૂ બીજા રૂમનો દરવાજો બંધ કરી સૂતા હતા અને બાજુના રૂમનો દરવાજો ખૂલો હતો.. આ બાજુના રૂમમાંના પતરાંના કબાટનું  તાળું તોડી રાખેલા રોકડા રૂા. 2,70,000ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હતો. પોલીસે ચોરીની ફરિયાદ દાખલ કરી હતી. પદ્ધર પી.આઇ.એ ચોરીનો ગુનો શોધવા અલગ-અલગ ટીમ બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજ ચકાસી બાતમીના આધારે બને આરોપી ને ચોરાઉ રોકડ રૂા. 2,70,000 અને એક્સેસ ટુ-વ્હીલર કિં. રૂા. 25,000 તથા એક મોબાઇલ કિં. રૂા. 5000ના મુદ્દામાલ સાથે ઝડપી આ ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો.