ગળપાદર નજીક છકડાએ હફફેટમાં લેતાં 17 વર્ષીય કિશોરે સારવાર દરમ્યાન દમ તોડ્યો’

accident2

copy image

copy image

ગાંધીધામના  ગળપાદર સર્વિસ રોડ પર છકડાએ બાઈકને હફફેટમાં લેતાં ઘવાયેલા 17 વર્ષીય કિશોરે સારવાર દરમ્યાન દમ તોડ્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગળપાદરમાં રહેનાર ફરિયાદી ગાંધીધામમાં ટ્રક રિપેરિંગનું ગેરેજ ચલાવે છે. ગત તા. 16/5ના તેમના ભાઈનો દીકરો તથા. 15વર્ષીય કિશોર કામથી કચ્છ આર્કેડ પુલિયા પાસે ગયા હતા, જેથી ફરિયાદી પોતાનું બાઈક લઈને આ બંનેને લેવા ગયા હતા. બંનેને લઈને ફરિયાદી ગળપાદર બાજુ જઈ રહ્યા હતા તેવામાં ગાયત્રી ક્રેન સર્વિસના વાડા નજીક સર્વિસ રોડ પર છોટા હાથી (છકડા) જેવાં વાહને બાઈકને હડફેટે લીધું હતું, જેમાં બંને કિશોરને ગંભીર ઈજાઓ થઈ હતી. જેમના એકને પ્રથમ આદિપુર અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવાયો હતો. સારવાર દરમ્યાન તેણે છેલ્લા શ્વાસ લીધા હતા. ઘટનાની આગળની તપાસ પોલીસે આદરી છે.